Hanuman Jayanti/ દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને તોડફોડ,અનેક પોલીસકર્મીઓ ઘાયલ

રામનવમી તહેવાર પર છ રાજ્યોમાં હિંસા વકરી હતી આજે ફરી હનુમાન જ્યંતિ નિમિત્તે દિલ્હીમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો

Top Stories India

દેશમાં હાલ કોમી હિંસા વધી રહી છે,સતત શાંતિ ડોઙલાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, રામનવમી તહેવાર પર છ રાજ્યોમાં હિંસા વકરી હતી આજે ફરી હનુમાન જ્યંતિ નિમિત્તે દિલ્હીમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ અંગે દિલ્હી પોલીસનું કહેવું છે કે જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો. સરઘસમાં ચાલતા લોકો પર પથ્થરમારો અને છૂટાછવાયા આગચંપી થયાની ચર્ચા છે. પોલીસના જણાવ્યા અનુસાર અમારા તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે છે. સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસે કહ્યું કે વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

દિલ્હી પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે, પરિસ્થિતિ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવશે. પોલીસે નિવેદનમાં કહ્યું છે કે આ હંગામા દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સાંજે લગભગ 5-5:30 વાગ્યે બની હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ પથ્થરમારાની ઘટના કુશલ સિનેમા પાસે બની છે.

બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મજયંતિ પર પથ્થરમારો એ આતંકવાદી કૃત્ય છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસાહત હવે ભારતના નાગરિકો પર હુમલા કરવાની હિંમત કરવા લાગી છે, ગેરકાયદે ઘૂસણખોરોના દરેક કાગળોની ચકાસણી કરીને તેમને દેશમાંથી દૂર કરવા જરૂરી બની ગયા છે.