Vadodara News/ વડોદરામાં 7 વર્ષના બાળકનું બસના દરવાજામાં ફસાઈ જતા મોત

વડોદરામાં બનેલી બસ દુર્ઘટના (Vadodara Bus Accident)ની ઘટનાએ શ્રમિક પરિવારને હચમચાવી દીધો છે

Top Stories Gujarat Vadodara
વડોદરામાં બનેલી બસ દુર્ઘટના (Vadodara Bus Accident)ની ઘટનાએ શ્રમિક પરિવારને હચમચાવી દીધો છે

Vadodara News : વડોદરામાં બનેલી બસ દુર્ઘટના (Vadodara Bus Accident)ની ઘટનાએ શ્રમિક પરિવારને હચમચાવી દીધો છે. સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જતા માર્ગ પર આવેલા રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય બાળકનું ગળું ફસાઈ જતાં તેનું મોત થયું હતું. બાળક ઘરેથી પ્રસાદ લેવા માટે નીકળ્યો હતો અને થોડા સમય બાદ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો.

CCTV Footageમાં ગાયબ 15 મિનિટથી ઉઠ્યા સવાલો

ઘટનાની તપાસ દરમિયાન પોલીસને CCTV ફૂટેજ (CCTV Footage)માં એક મહત્વની બાબત સામે આવી છે. બાળકના મોત પહેલાં અને ત્યારબાદના કેમેરા ફૂટેજ ઉપલબ્ધ છે, પરંતુ ઘટનાના સમયના લગભગ 15 મિનિટના ફૂટેજ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક રીતે તે સમયે વીજળી ગુલ થઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે, પરંતુ મહત્વના સમયનું ફૂટેજ ન મળતાં અનેક સવાલો ઊભા થયા છે.

પ્રસાદ લેવા નીકળ્યો હતો દિવ્યેશ

 

મૃતક 7 વર્ષના બાળક (7 Year Old Boy) દિવ્યેશ રાઠવા ધોરણ-2માં અભ્યાસ કરતો હતો. તે તરસાલી-2ની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં ભણતો હતો. પરિવારના જણાવ્યા મુજબ દિવ્યેશ સવારે સ્કૂલે ગયો હતો અને બાદમાં પ્રસાદ લેવા માટે ઘરની બહાર નીકળ્યો હતો.

પરિવારને થોડા સમય બાદ અજાણ્યા લોકો દ્વારા બાળક સાથે અજુગતું બન્યાની જાણ કરવામાં આવી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચ્યા ત્યારે બાળક બસના દરવાજા નજીક ગંભીર હાલતમાં પડેલો હતો.

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

ઘટનાની જાણ થતાં પરિવારજનોએ બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલ (SSG Hospital)માં ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ દિવ્યેશને મૃત જાહેર કર્યો હતો.

બાળકના મોતના સમાચાર મળતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. શ્રમિક પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને બાળકને ન્યાય અપાવવાની માગ કરી છે.

કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી

બનાવની જાણ થતાં કપુરાઈ પોલીસ (Kapurai Police)ની ટીમ સયાજી હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હવે બસના ઓટોમેટિક દરવાજાની કામગીરી, ઘટનાસ્થળની સ્થિતિ, ઉપલબ્ધ CCTV ફૂટેજ અને વીજળી બંધ થવાના સમય સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરી રહી છે.

15 મિનિટના ફૂટેજથી રહસ્ય વધુ ઘેરાયું

ઘટનાના મહત્વના સમયે જ CCTV કેમેરાના ફૂટેજ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળક બસના દરવાજા સુધી કેવી રીતે પહોંચ્યો અને તેનું ગળું કયા સંજોગોમાં ફસાયું તે અંગે સવાલો ઊભા થયા છે.

પરિવારે પણ CCTVની સંપૂર્ણ તપાસ કરવાની માગ કરી છે. પોલીસ ટેકનિકલ પાસાઓ સહિત તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ કરુણ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.


આ પણ વાંચો : વડોદરામાં કારની અડફેટે બાળકનું મોત, જમનાબાઈ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ

આ પણ વાંચો : આણંદમાં કાંસમાં ડૂબી જતા 9 વર્ષનાં બાળકનું મોત

આ પણ વાંચો : જેતપુરમાં કરૂણ અકસ્માત: રમતા રમતા ખુલ્લા પાણીના ટાંકામાં પડતાં 4 વર્ષના બાળકનું મોત