Entertainment News/ બોક્સ ઓફિસ પર ઈમરાન હાશ્મીનો ધમાકો: ‘ધુરંધર 2’ બાદ ‘આવારાપન 2’ એ બનાવ્યો મોટો રેકોર્ડ

ઈમરાન હાશ્મી (Emraan Hashmi) ની ‘આવારાપન 2’ એ રિલીઝના 5 દિવસમાં જ ભારતમાં 100 કરોડથી વધુનું નેટ કલેક્શન કરીને ધમાકો કર્યો છે. ‘ધુરંધર 2’ બાદ 2026માં હિટ બનનારી આ બીજી બોલિવૂડ ફિલ્મ બની છે.

Entertainment
Emraan Hashmi A smashing comeback

Bollywood News : લાંબા સમયથી હિટ ફિલ્મની રાહ જોઈ રહેલા બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi)માટે વર્ષ 2026 અત્યંત યાદગાર સાબિત થઈ રહ્યું છે. તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આવારાપન 2’ (Awarapan2  )સિનેમાઘરોમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી આ ફિલ્મે માત્ર 5 દિવસની અંદર પોતાના બજેટ કરતાં બમણાથી પણ વધુ કમાણી (Box Office Collection )કરી લીધી છે. આ સાથે જ આ ફિલ્મે 2026માં ‘ધુરંધર 2’ પછીનો સૌથી મોટો ઈતિહાસ રચી દીધો છે.

Emraan Hashmi : 5 દિવસમાં 100 કરોડનો આંકડો પાર

ટ્રેડ રિપોર્ટ્સ (Trade Reports) મુજબ, ‘આવારાપન 2’ એ પોતાના પાંચમા દિવસે ભારતમાં 9.75 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 100.75 કરોડ રૂપિયા (ગ્રોસ 120.33 કરોડ) પર પહોંચી ગયું છે. ઓવરસીઝ માર્કેટમાં 23.80 કરોડની ગ્રોસ કમાણી સાથે ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ ગ્રોસ કલેક્શન 144.13 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.

બજેટથી બમણું રિટર્ન, મેળવ્યો ‘હિટ’ નો દરજ્જો 

આશરે 45 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 5 દિવસમાં 123.88% રિટર્ન ઈન્વેસ્ટમેન્ટ મેળવી લીધું છે. 2026માં રણવીર સિંહની ‘ધુરંધર 2’ બાદ ભારતીય બોક્સ ઓફિસ પર ક્લીન ‘હિટ’ નો ટેગ મેળવનારી આ બીજી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.

IMRAN

હવે ‘સુપરહિટ’ બનવા તરફ મક્કમ કદમ

‘આવારાપન 2’ જે ઝડપથી કમાણી કરી રહી છે તે જોતાં ટૂંક સમયમાં જ 150% રિટર્નનો આંકડો પાર કરીને ‘સુપરહિટ’નો દરજ્જો પણ હાંસલ કરી લેશે.

‘બટવારા 1947’ ને આપી સખત ટક્કર

નિતિન કક્કડના ડિરેક્શનમાં બનેલી અને વિશેષ ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મ 2007ની આઈકોનિક ફિલ્મ ‘આવારાપન’ની સિક્વલ છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે દિશા પટાણી અને શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં છે. સની દેઓલની ફિલ્મ ‘બટવારા 1947’ સાથે બોક્સ ઓફિસ ટક્કર હોવા છતાં ‘આવારાપન 2’ કલેક્શનની રેસમાં ઘણી આગળ નીકળી ગઈ છે.


આ પણ વાંચો :ગોવિંદાના સંસારમાં નવો વળાંક: સુનીતા આહૂજા ફેમિલી કોર્ટ કેમ પહોંચી? સામે આવ્યું સાચું કારણ

આ પણ વાંચો :શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ: પાન મસાલા એડ મામલે FDA ફટકારી શકે છે દંડ!

આ પણ વાંચો :થિયેટરોમાં મચશે ધમાલ! રિલીઝ થઈ રહી છે આ 4 મોટી સાઉથ મુવીઝ, મળશે એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ