Entertainment News/ થિયેટરોમાં મચશે ધમાલ! રિલીઝ થઈ રહી છે આ 4 મોટી સાઉથ મુવીઝ, મળશે એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ

20 અને 21 ઓગસ્ટે થિયેટરોમાં 4 મોટી સાઉથ ફિલ્મો (South Indian films) રિલીઝ થઈ રહી છે. પૃથ્વીરાજની ‘ખલીફા’ અને રવિ તેજાની ‘ઇરુમુડી’ સહિતની ફિલ્મોમાં એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ જોવા મળશે.

Entertainment
South Indian films create buzz in theaters

Entertainment News : આગામી વીકેન્ડમાં સિનેમાપ્રેમીઓ માટે એન્ટરટેઈનમેન્ટનો મોટો વિસ્ફોટ થવા જઈ રહ્યો છે. ૨૦ અને 21 ઓગસ્ટના રોજ દક્ષિણ ભારતીય સિનેમાની ચાર મોસ્ટ અવેટેડ સાઉથ ફિલ્મો થિયેટરોમાં ધમાકો કરવા માટે સજ્જ છે. પૃથ્વીરાજ સુકુમારનથી લઈને રવિ તેજા જેવા દિગ્ગજ કલાકારોની આ ફિલ્મોમાં ભરપૂર એક્શન, થ્રિલર અને કોમેડીનો તડકો જોવા મળશે. ચાલો જાણીએ આ કઈ 4 સાઉથ ફિલ્મો છે જે મોટા પડદા પર દસ્તક આપવા જઈ રહી છે.

South Indian films : ખલીફા (Khalifa)

પૃથ્વીરાજ સુકુમારન અને નીલ નિતિન મુકેશ સ્ટારર બહુચર્ચિત ફિલ્મ ‘ખલીફા’ 20 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વૈશાખના નિર્દેશનમાં બનેલી આ સસ્પેન્સ-ક્રાઈમ થ્રિલર મુવીની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના મ્યુઝિક ટ્રૅક્સને ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

MODH RATRI

મોધા રાત્રી (Modha Raatri)

ઋષિકાંત અને અનીશમાની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ડ્રામા-કોમેડી ફિલ્મ 21 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જ્યારથી મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર આઉટ કર્યું હતું, ત્યારથી જ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે આ મુવીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મમાં કૌટુંબિક ડ્રામા સાથે પેટ પકડીને હસાવતા સીન્સ જોવા મળશે.

બેથલેહમ કુડુમ્બા યુનિટ (Bethlehem Kudumba Unit)

ગિરીશ એડીના ડાયરેક્શનમાં બનેલી આ રોમેન્ટિક-કોમેડી મુવી પણ 21 ઓગસ્ટે બિલબોર્ડ્સ પર પહોંચવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર નિવિન પૌલી અને મમિતા બૈજુ મુખ્ય જોડી તરીકે સ્ક્રીન શેર કરતા નજરે પડશે. આ બંને ઉપરાંત વિનીત ફોર્ટ અને વ્રિંદા પણ મહત્વના રોલમાં જોવા મળશે.

ઇરુમુડી (Irumudi)

એક્શન અને હાઈ-વોલ્ટેજ ડ્રામાથી સભર ફિલ્મ ‘ઇરુમુડી’ પણ 21 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. શિવ નિર્વાણના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં માસ મહારાજા રવિ તેજા અને પ્રિયા ભવાની શંકર લીડ રોલમાં છે. તેમની સાથે સાઈ કુમાર, બેબી નક્ષત્ર અને અજય ઘોષ પણ ખાસ ભૂમિકા ભજવી રહ્યા છે.


આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ 40 પ્લસની ઉંમર અંગે વ્યક્ત કર્યો વિચિત્ર પણ રસપ્રદ અનુભવ: સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ

આ પણ વાંચો :ગોવિંદા-સુનીતા આહુજા વિવાદમાં સોમી અલીની એન્ટ્રી: ‘હીરો નંબર 1’ ના બચાવમાં કહી આ મોટી વાત

આ પણ વાંચો :સુપરસ્ટાર નયનતારાએ ‘ટૉક્સિક’ માટે મુંડન કરાવ્યું? તિરુપતિથી વાયરલ થયેલી તસવીરોનું સત્ય સામે આવ્યું