Entertainment News/ પ્રિયંકા ચોપરાએ 40 પ્લસની ઉંમર અંગે વ્યક્ત કર્યો વિચિત્ર પણ રસપ્રદ અનુભવ: સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ

અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ 40 પ્લસની ઉંમર અંગે એક રમૂજી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પોતાના ફ્રેન્ડ્સ અને લાઈફસ્ટાઈલ વિશે રસપ્રદ ખુલાસા કર્યા છે. આ સાથે તે એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ થી કમબેક કરવા જઈ રહી છે.

Entertainment
Priyanka Chopra A major revelation

Entertainment News : બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ પોતાની વધતી ઉંમર અને જીવનના તબક્કાઓ વિશે એક ખૂબ જ રસપ્રદ અને રમુજી પોસ્ટ શેર કરી છે. 40ની ઉંમર વટાવી ચૂકેલી અભિનેત્રીએ પોતાના મિત્ર વર્તુળના ઉદાહરણો આપતા લખ્યું કે આ ઉંમરે પહોંચવું ખરેખર ખૂબ જ અનોખો અનુભવ છે.

Priyanka Chopra  : ઉંમરના આ પડાવ પર પ્રિયંકાએ શેર કરી મજાની વાતો

પ્રિયંકા ચોપરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ નોટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે 40 પછી દરેક વ્યક્તિની જિંદગી અલગ-અલગ દિશામાં ચાલી રહી હોય છે. તેના વર્તુળમાં એક તરફ જ્યાં કોઈ દોસ્ત આ ઉંમરે દાદી બની ગઈ છે, તો બીજી તરફ કોઈએ તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે. કોઈ પોતાના લગ્નની 20મી સાલગિરા ઉજવી રહ્યું છે તો વળી કોઈ 25 વર્ષના યુવકને ડેટ કરી રહ્યું છે.

‘કોઈ ટાઈમલાઈન નથી, બસ વાઈબ્સ છે’

ઉંમરના શારીરિક અને માનસિક ફેરફારો પર મજાક કરતા પ્રિયંકાએ ઉમેર્યું કે આ ઉંમરે અમારામાંથી અડધા લોકો આજે પણ 28 વર્ષના દેખાય છે, જ્યારે અડધા લોકો માત્ર ઊંઘમાંથી જાગતી વખતે પણ સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યા અનુભવે છે! અહીં કોઈ નક્કી કરેલી ટાઈમલાઈન નથી હોતી, બસ પોઝિટિવ વાઈબ્સ સાથે જિંદગી જીવવાની હોય છે.

‘વારાણસી’ ફિલ્મથી સાઉથ અને ભારતીય સિનેમામાં વાપસી

વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી (SSRajamouli)ની પેન-ઈન્ડિયા ફિલ્મ ‘વારાણસી’ (VaranasiMovie )દ્વારા સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ટાઈમ-ટ્રેવલ અને ગ્લોબલ ઍક્શન-એડવેન્ચર ફિલ્મમાં પ્રિયંકા ‘મંદાકિની’ નામના મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સુપરસ્ટાર મહેશ બાબુ (‘રૂદ્ર’ ના રોલમાં) અને પૃથ્વીરાજ સુકુમારન (‘કુંભ’ ના રોલમાં) મહત્વની ભૂમિકા ભજવશે. આ મોટો પ્રોજેક્ટ 7 એપ્રિલ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે.


આ પણ વાંચો :ગોવિંદા પત્ની સુનીતા પર ભડક્યો! ‘હદમાં રહો’ કહી આપી ચેતવણી, ‘શુગર ડેડી’ના નિવેદનથી થયો ગુસ્સો

આ પણ વાંચો :રશ્મિકા મંદાનાની ઈજાથી અટક્યું Allu Arjunની Raakaનું શૂટિંગ? જાણો મોટું અપડેટ

આ પણ વાંચો :મુનાવર ખાન ટ્રેટર્સ 2 માંથી બહાર આવતાની સાથે જ અભિષેક મલ્હાનને બનાવ્યો નિશાનો, એકબીજાને કર્યાં અનફોલો