Entertainment News: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ઉંમર હાલ 83 વર્ષની થઇ ગઈ છે અને બોલીવુડ (Bollywood)માં કામ કરતા-કરતા એમને 56 વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે અને આજે પણ તેઓ જે રીતે એમના સંઘર્ષના દિવસોની જેમ જ સખત મહેનત અને લગનપૂર્વક હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry)માં કાર્યરત છે!

અમિતાભ ફિલ્મો કરે છે, KBC જેવા અત્યંત સફળ શો સાથે જોડાયેલા છે, વળી સોશિયલ મીડિયા (Social Media) પર પણ એક્ટિવ રહે છે અને નિયમિતપણે બ્લૉગ અને ટિ્વટ કરતા રહે છે! માત્ર ભારતમાં જ નહિં પરંતુ, વિશ્વભરમાં એમના અનેક ચાહકો છે જે પૈકીના એમના એક ફેન અને એક્ટર રાજા બુંદેલા (Raja Bundela, Actor)એ તેઓ અંગત જીવન અને કામ વચ્ચે શી રીતે સંતુલન સાધે છે એ વિશે જણાવ્યું છે.
અમિતાભ સાથે કામ કરી ચૂકેલા રાજા બુંદેલાએ આ બાબતનો ઘટસ્ફોટ કરતા એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, ‘બિગ બી’ (Big B) રાત્રે 8 વાગ્યા પછી ફિલ્મ વાળાઓ માટે એમના ઘરના દરવાજા બંધ કરી દે છે. ચાલો હવે વિસ્તારપૂર્વક જાણીએ કે, આ બાબતે એણે શું કહ્યું છે?

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના ઘરે બોલીવુડ માટે ‘નો એન્ટ્રી’
અભિનેતા રાજાએ આગળ જણાવ્યું હતુ કે, “એ કોઇની વાતમાં વચ્ચે પડતા નથી, એમનું ધ્યેય બસ કામ કરવાનું હોય છે! ન તો એ કોઇની ગૉસિપ કરે છે અને મેં સાંભળ્યું છે કે, 8 વાગ્યા પછી કોઇ ફિલ્મ વાળાને અમિતાભ બચ્ચનના ઘરે આવવાની અનુમતિ નથી…એ પોતાના દરવાજા બંધ કરી દે છે! એમનું કહેવું છે…બિઝનેસ અલગ છે, મારો પરિવાર (Family) અલગ છે!
રાજા બુંદેલાએ ‘બિગ બી’ના અનુશાસનની પ્રશંસા કરી
‘બિગ બી’ના હુલામણા નામે ઓળખાતા અમિતાભના અનુશાસન (Discipline)ની પ્રશંસા કરતા રાજાએ કહ્યું કે, “કામ કરવાની મજા તો અમિતાભ બચ્ચન સાથે આવે છે! એમની સાથે મેં એક ફિલ્મ કરેલી છે અને એક અડધે સુધી બની છે.” અમિતાભની પ્રશંસાના પુલ બાંધતા એણે જણાવ્યું છે કે, “એમને આખા ડાયલૉગ યાદ હોય છે અને એ પણ યોગ્ય સમયે! પછી એક કિસ્સો સંભળાવતા રાજાએ કહ્યું કે, અમે લોકો (સમગ્ર ટીમ) ગોવામાં શૂટિંગ (Shooting) કરી રહ્યાં હતા. ત્યારે જ ખબર પડી કે, અમિતાભના કંટિન્યૂટી શૂઝ (Continuity Shoes) તો મુંબઇ (Mumbai)માં જ રહી ગયા છે!!”

રાજાએ ફિલ્મી સીન યાદ કર્યો
એ દિવસોમાં ફ્લાઇટની એટલી ફ્રિકવન્સી ન હોવાનું જણાવતા એણે કહ્યું કે, “એક જ ફ્લાઇટ (Flight) ઉપલબ્ધ રહેતી….અને પછી તો હલ્લો મચી ગયો કે સાહેબના જૂતા નથી…અને સીન (Scene) એવો હતો કે, અમિતજી રસ્તા પર ચાલી રહ્યાં છે અને અચાનક જ એમને એક સફરજન દેખાય છે. એ બે દિવસથી ભૂખ્યા હોય છે, તેથી ઝૂકીને સફરજન ઉઠાવીને આમ-તેમ જોતાં ખાઇ લે છે. આમ દ્રશ્યમાં જ્યારે નીચે જોઇએ ત્યારે સફરજન તો દેખાય જ પણ એમના શૂઝ પણ દેખાય જ્યાંથી એ ચાલીને આવતા હતા.
રાજાએ આ કિસ્સો આગળ વર્ણવતા જણાવ્યું કે, “કેટલી ગજબની વાત છે કે, અમિતાભ બચ્ચન પોતાની જે પણ ફિલ્મમાં કામ કરે છે…હવે તો ખબર નથી…પણ અગાઉ જ્યારે એમનું શૂટિંગ પૂરું થવાનું હોય એ પછીના આગળના શેડ્યૂલ સુધી ,એ કંટિન્યૂટીનો સામાન પોતે જ લઇ આવતા હતા… પ્રોડક્શન (ટીમ) પાસે રાખતા ન હતા! એ સમયે એ મદ્રાસથી આવેલા અને એમના બૉયનું ધ્યાન જ ન ગયું કે એમના જૂતા તો બૉમ્બે માં જ રહી ગયા છે!”
“ત્યાર બાદ તો સેટ પર હાજર બધા લોકોમાં આનંદની લહેર વ્યાપી ગઇ કે, કાલે તો શૂટિંગ થશે નહિં…પછી તો પાર્ટી થઇ! સવારે 6:30 થી 7 ની વચ્ચે ખબર ફેલાઇ કે, અમિતાભ બચ્ચન તો શૂટિંગ માટે તૈયાર જ બેઠા છે…મેકઅપ-શૂઝ પહેરીને…! ન તો ડિરેક્ટર, ન તો પ્રોડ્યૂસર કોઇ પણ એમની પાસે નહતા અને એ તૈયાર થઇને છાપું વાંચી રહ્યા છે! જુઓ…આ ડિસિપ્લિન હોય છે…રાત્રે એમણે પોતાના સ્પૉટબૉયને બસમાં મોકલ્યો અને એણે ત્યાંથી જૂતા લીધા અને આગલા દિવસે વળતી ફ્લાઇટથી એ પરત આવી ગયો! અમિતાભે ડિરેક્ટર ટીનૂ આનંદને ફોન કર્યો અને શૂટિંગ શરુ કરવાનું જણાવ્યું. તો આ હતું અનુશાસન અમિતાભ બચ્ચનનું…!!”
આ પણ વાંચો: અભિજીત ભટ્ટાચાર્યના એ આર રહેમાન પર ગંભીર આરોપ…”સાહબને બોલ દિયા, સિર્ફ મૈં કમાઉંગા!”
આ પણ વાંચો: “જો મુસલમાન હોવાને કારણે કામ નથી મળી રહ્યું તો ફરીથી હિન્દુ બની જાઓ…” અનુપ જલોટાની એ આર રહેમાનને સલાહ!!
