યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સનાં અમુક ભાગોમાં આકાશમાંથી ઝળહળતો એક ઉલ્કાપિંડ નિકળ્યો હતો. દિવસમાં આકાશથી નિકળેલા આ ઉલ્કાપિંડનાં કારણે એટલો અવાજ આવ્યો કે, લોકોને એવુ લાગ્યુ કે, એક સાથે ઘણા બધા ફાઇટર પ્લેન આકાશમાં ઉડી રહ્યા હોય.

ગરમીનો પારો!: રાજ્યમાં ચાર દિવસ હીટવેવની આગાહી, 43 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન
આ ઉલ્કાપિંડને કારણે, સાઉથવેસ્ટ ઈંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તરી ફ્રાન્સનાં વિસ્તારોમાં તેજ અવાજ સંભળાયો હતો. દિવસ દરમિયાન ઉલ્કાપિંડને જોવા ખૂબ જ દુર્લભ હોય છે. કારણ કે તે પ્રકાશમાં દેખાતું નથી. પરંતુ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં લોકોએ આ ઉલ્કાપિંડને જોયું, કારણ કે તે આગ લગાવી રહ્યું હતું. આ કિસ્સો ગત શનિવારે બપોરે 2.50 વાગ્યાનો છે. અચાનક જ સાઉથવેસ્ટ ઈંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તરી ફ્રાન્સનાં વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટ થયો અને થોડી વાર માટે જોરથી અવાજ સંભળાવવા લાગ્યો. લોકો બહાર આવ્યા ત્યારે તેઓએ આકાશમાં એક આગ નિકાળી રહેલા ઉલ્કાપિંડને જોયા. પહેલા લોકોને લાગ્યું કે આ ફાઇટર જેટની ઉડાનનું પરિણામ છે. પરંતુ પાછળથી સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી કે તેમનું એક પણ લડાકુ વિમાન ઉડ્યું નથી.

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો
ત્યારબાદ લોકોએ આ ઘટનાની તસવીરો, ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવાનું શરૂ કરી દીધુ. જેમાં, દિવસનાં અજવાળામાં, આગ નિકાળતા ઉલ્કાપિંડોનો ફોટો આવી ગયો. થોડા સમય પછી સેટેલાઇટ ફોટા પણ બહાર આવ્યો. તેમા બતાવ્યું છે કે એક ફાયરબોલ ઉલ્કાપિંડ આ વિસ્તારનાં આકાશમાંથી પસાર થયો છે. જેના કારણે સોનિક બૂમ સંભળાઈ હતી. યુકેનાં મેટિયોર ઓબ્ઝર્વેશન નેટવર્કનાં સભ્ય રિચાર્ડ કૈસરેકે કહ્યું કે, આ ફાયરબોલ ઉલ્કાપિંડને બોલાઇડ કહેવામાં આવે છે. તે આકારમાં ખૂબ મોટા અને ચળકતા હતા. તેનુ કદ ખૂબ મોટું હતું અને પ્રકાશ એટલો તેજ હતો કે તે દિવસ દરમિયાન પણ ખુલ્લી આંખો સાથે જોવા મળ્યુ હતુ. આ પહેલા 28 ફેબ્રુઆરીની રાત્રે, યુનાઇટેડ કિંગડમ પર સમાન ફાયરબોલ ઉલ્કાપિંડ જોવા મળ્યો હતો.

OMG! / મહિલાને હતી કફની સમસ્યા, તપાસ કરી તો ફેંફસામાંથી નિકળ્યું કોન્ડોમ
અમેરિકન મેટિયોર સોસાયટી અનુસાર, ફાયરબોલ મેટિયોર તેને કહેવામાં આવે છે જે ખૂબ તેજસ્વી હોય છે કે તે દિવસનાં સમયે પણ દેખાય અને રાત્રે શુક્ર ગ્રહ જેવું લાગે છે. ફાયરબોલ તેના કદ અને ગતિને કારણે ઓળખાય છે. મોટાભાગનાં ફાયરબોલ ઉલ્કાપિંડ તેમના એસ્ટેરોઇડ્સથી તૂટીને જમીન તરફ આવી જાય છે. ઉલ્કાપિંડ સામાન્ય રીતે 3.3 ફુટ વ્યાસનાં હોય છે. આ ઉલ્કાઓ પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશતા જ ઘર્ષણને કારણે ગરમ થઇ જાય છે. દિવસનાં પ્રકાશમાં તે દેખાય છે. જો સ્પીડ વધારે હોય તો સોનિક બૂમ પણ સાંભળી શકાય છે. તે મોટા ઉલ્કાપિંડોને બોલાઇડ કહેવામાં આવે છે. જ્યારે તેઓ વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમની ગતિ પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળ સાથે વધે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
