Lifestyle: ફળ કુદરતનું વરદાન છે જે આપણને અનેક પ્રકારનું પોષણ પ્રદાન કરે છે. શરીર માટે એનું સેવન અત્યંત લાભકારક ગણાય છે. આપણે સૌ ફળોને લાંબા સમય સુધી સારા રાખવા માટે ફ્રિઝમાં ફ્રુટ્સ સ્ટોર (Fruits Storage) કરી રાખતા હોઇએ છીએ પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક એવા ફળ પણ હોય છે જેમને ફ્રિઝ (Fridge)માં સ્ટોર કરીને ન રાખવા જ બહેતર છે! આમ કરવાથી ન કેવળ એનો સ્વાદ બગડી જાય છે અને એ ઉપરાંત ફળ પણ બગડી જાય છે! એમને ફ્રિઝમાં રાખવાથી એમાં રહેલા પૌષ્ટિક તત્વો ઓછા થઇ શકે છે. તો ચાલો હવે જાણીએ કે, કયા-કયા ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવા જોઇએ અને કયા નહિં એ અંગેની ટિપ્સ…
ફ્રિઝમાં કયા ફ્રુટ્સ સ્ટોર (Fruits Storage) કરવા?
કયા-કયા ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવા જોઇએ એ વિશે હવે વિગતે જાણીશું.
1. દ્રાક્ષ
દ્રાક્ષ (Grapes)ને ધોયા વિના જ કોઇ એરટાઇટ ડબા અથવા કાણાવાળા કોઇ પેકેટમાં રાખવી જોઇએ.

2. સ્ટ્રોબેરી અને બ્લ્યૂબેરી
ઉનાળાની ગરમીની સિઝનમાં સ્ટ્રોબેરી અને બ્લ્યૂબેરી (Strawberries and Blueberries)ને હંમેશા ફ્રીઝમાં જ રાખવી. બહાર રાખવાથી ગરમીના કારણે એ ઘણી જલદી ખરાબ થઇ શકે છે.
3. દાડમ અને સફરજન
દાડમ અને સફરજન (Pomegranate and Apple)ને પણ તમે ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. આમ કરવાથી એ બે થી ચાર અઠવાડિયા સુધી ફ્રેશ રહી શકે છે.
4. કીવી, સંતરા અને મોસંબી
કીવી, સંતરા અને મોસંબી (Kiwi, Orange and Mosambi) જેવા ફળોને ધોયા વિના ફ્રિઝમાં મૂકી રાખવાથી એ 2 થી 3 અઠવાડિયા સુધી સરસ રહે છે.

ફળોને સંગ્રહિત કરવાની યોગ્ય પદ્ધતિ
1. ફળોને ક્યારેય ધોઇને ન મૂકવા, જ્યારે પણ તમારે ખાવા હોય ત્યારે જ ફળ ધોવા. આનું કારણ એ છે કે, ભેજના કારણે ફ્રુટ ઘણી ઝડપથી ખરાબ થઇ શકે છે.
2. ફ્રુટ્સ હંમેશા ફ્રિઝના નીચલા ડ્રોઅર (Crisper Drawer)માં જ રાખવા જોઇએ.
3. કેળા, સફરજન અને કેરી જેવા અનેક ફળ એથિલીન ગેસ રિલીઝ કરતા હોય છે જેના કારણે એની નજીક રાખેલા ફળ પણ ઘણી ઝડપથી ખરાબ થવા લાગે છે! આથી આ ફળોને અન્ય ફળથી દૂર મૂકવા જોઇએ.
4. જો ફળ સમાર્યા બાદ ફ્રિઝમાં સ્ટોર કરવા ઇચ્છતા હો તો હંમેશા એરટાઇટ કન્ટેનરનો જ ઉપયોગ કરવો. આમ કરવાથી એ જલદી બગડતા નથી.
કયા ફળ ફ્રિઝમાં ન રાખવા જોઇએ?
કેટલાક ફળ એવા હોય છે કે એમને ફ્રિઝમાં ન મૂકવા જ યોગ્ય રહેશે.
1. પપૈયું
પપૈયા (Papaya)ને બહાર જ રાખવું જોઇએ, જો કે એ પાકી ગયેલું હોય તો એને તમે ફ્રિઝમાં મૂકીને સ્ટોર કરી શકો છો.

2. કેળા
કેળા (Banana)ને ફ્રિઝમાં રાખવાથી એની છાલ કાળી પડી જાય છે અને એથી એ ઝડપથી ખરાબ થઇ શકે છે. કેળાને રુમ ટેમ્પરેચર પર જ રાખવા હિતાવહ છે.
3. કાચી કેરી
સૌને પ્રિય અને ફળોનો રાજા ગણાતી પાકેલી કેરીને તમે અવશ્ય ફ્રિઝમાં રાખી શકો છો પરંતુ કાચી કેરી (Raw Mango)ને ક્યારેય ફ્રિઝમાં મૂકી રાખવી જોઇએ નહિં.
4. અનાનસ
આખું અનાનસ (Pineapple)ક્યારેય ફ્રિઝમાં ન મૂકવું, એને રુમ ટેમ્પરેચર જ માફક આવે છે. જો કે, સમારેલા પાઇનેપલને તમારે ફ્રિઝમાં રાખવું જોઇએ.

5. તરબૂચ અને ટેટી
ઉનાળાની ગરમીની ઋતુમાં લોકો તરબૂચ અને ટેટી (Watermelon & Muskmelon)નું સેવન મોટા પ્રમાણમાં કરતા હોય છે. જો કે આખું તરબૂચ ક્યારેય ફ્રિઝમાં ન મૂકવું જોઇએ પરંતુ એને સમારીને કોઇ કન્ટેનરમાં ભરીને તમે ફ્રિઝમાં રાખશો તો એ સારું રહેશે અને આ ઠંડા થયેલા ફળોની મજા તમે માણી શકશો!
આ પણ વાંચો: કેવળ 4 મિનિટમાં જ બનશે 4 જાતની લસ્સી….પીતાવેંત મગજ ઠંડક અનુભવશે! ફટાફટ રેસિપી…
આ પણ વાંચો: નાસ્તામાં બનાવો પાઉંભાજી પરોઠા…એટલા તો ટેસ્ટી બનશે કે ખાનારા ખુશ થઇ જશે! મસ્ત રેસિપી…
આ પણ વાંચો: રાતની વધેલી રોટલીનું સવારે નાસ્તામાં બનાવો ચૂરમાની વાનગી, બાળકો વારંવાર માગશે…ફટાફટ રેસિપી..!
