Lifestyle/ કેવળ 4 મિનિટમાં જ બનશે 4 જાતની લસ્સી….પીતાવેંત મગજ ઠંડક અનુભવશે! ફટાફટ રેસિપી…

Lassi Recipe (લસ્સી રેસિપી) અત્યંત સરળ છે અને તમે એમાં વિવિધ ફ્લેવર્સ ઉમેરીને ઘરે જ માર્કેટ જેવી મસ્ત ઠંડી-ઠંડી લસ્સીની મજા માણી શકો છો!

Trending festival Tips & Tricks Food Lifestyle
Lassi Recipe,દહીં, કેસર, મેંગો, લસ્સી રેસિપી

Lifestyle: ઉનાળામાં તમારે બજારમાંથી લસ્સી લાવવાની કોઇ જ જરુર નહિં પડે! અહિં અમે તમને અફલાતૂન 4 ફ્લેવરની લસ્સી બનાવવાની રેસિપી (Lassi Recipe) જણાવવા જઇ રહ્યાં છીએ. આ ફ્લેવર્ડ લસ્સી (Flavoured Lassi)નો સ્વાદ ગજબનો આવે છે અને એને પીવાથી સત્વરે એનર્જી અને તાજગી મહેસૂસ થશે.

ઠંડા પીણાથી ઉનાળાનું સ્વાગત કરો

ગરમીની શરુઆત થઇ રહી છે…ઉનાળો (Summer) હવે બારણે ટકોરા મારી રહ્યો છે! આ સંજોગોમાં કંઇક ઠંડુ-ઠંડુ પીવા મળે તો મજા પડી જાય! હોળીના તહેવાર (Holi Festival)ની વિદાય સાથે જ ઘર-ઘરમાં ઠંડા પીણાની ડિમાન્ડ થવા લાગશે જેમ કે, શેરડીનો રસ, છાશ, લીંબુ પાણી અને લસ્સી…આ સંજોગોમાં આપને બજારમાંથી લસ્સી લાવવાની કોઇ જ જરુર નહિં પડે!

ફટાફટ બનાવો 4 ફ્લેવર્ડ લસ્સી રેસિપી (Flavoured Lassi Recipe)

અહિં અમે તમને અફલાતૂન ફ્લેવર્ડ લસ્સીની 4 રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ. આ ફ્લેવર્ડ લસ્સીનો સ્વાદ ગજબનો આવે છે અને એને પીવાથી સત્વરે એનર્જી અને તાજગી મહેસૂસ થશે. આ 4 લસ્સીમાં મેંગો લસ્સી, કેસર પિસ્તા લસ્સી, રોઝ લસ્સી અને સાદી લસ્સીનો સમાવેશ થાય છે.

આ તમામ લસ્સી બનાવવા માટે તમારે સૌપ્રથમ સિમ્પલ લસ્સીનો બેઝ બનાવવાનો રહેશે અને પછી એમાં તમારો મનપસંદ ફ્લેવર ઉમેરી દો…તૈયાર થઇ જશે તમારી ફટાફટ ફ્લેવર્ડ લસ્સી!

ગરમીની સિઝનમાં છાશ (Buttermilk) અને લસ્સીથી વધારે રિફ્રેશિંગ ડ્રિંક બીજું કોઇ નથી. તો વધુ વિલંબ કર્યા વિના ફટાફટ નોંધી લો ફ્લેવર્ડ લસ્સી રેસિપી…

શી રીતે બનાવશો ફ્લેવર્ડ લસ્સી?

ફ્લેવર્ડ લસ્સી બનાવવા માટે તમારે સૌપ્રથમ ઘરનું તાજું જમાવેલું ઘટ્ટ દહીં લેવાનું રહેશે. ત્યારબાદ, એક વલોણીની મદદથી એને સારી રીતે વલોવી લેવું. તમે મિક્સરમાં પણ એ કરી શકો છો. જો દહીં એકદમ તાજું ન હોય તો એમાં થોડું દૂધ મિક્સ કરવાથી એની ખટાશ દૂર થઇ જશે. હવે એમાં ઘરની મલાઇ, દળેલી ખાંડ, વાટેલી લીલી ઇલાયચીનો પાવડર મિક્સ કરી લો. મલાઇ ઉમેરવાથી લસ્સી વધુ ઘટ્ટ બને છે અને સ્વાદ પણ વધી જાય છે. તમારી સિમ્પલ લસ્સી અર્થાત્ લસ્સીનો બેઝ (Lassi Base) તૈયાર છે. હવે તમે આમાંથી વિવિધ જાતની લસ્સી બનાવી શકશો.

આ લસ્સીના સ્વાદને વધારવાની એક ટ્રિક છે જે તમે ઇચ્છો તો અજમાવી શકો છો અને એ છે ચપટીથી પણ ઓછું મીઠું (Salt) ઉમેરવું…

4 જાતની ફ્લેવર્ડ લસ્સી બનાવવાની વિધિ

તમારા લસ્સીના બેઝમાંથી તમે 4 વિવિધ જાતની લસ્સી બનાવી શકશો.

Lassi Recipe,દહીં, કેસર, મેંગો, લસ્સી રેસિપી

1. કેસર-પિસ્તા લસ્સી (Kesar-Pista Lassi)

2 ચમચી દૂધમાં કેસર ભીંજવી દો અને એ દૂધને તથા થોડા પિસ્તાને મિક્સ કરીને પીસી લેવું. આ દૂધ અને પિસ્તાનું મિશ્રણ લસ્સીમાં ઉમેરીને મિક્સ કરી દો. હવે આ લસ્સીને ઠંડી થવા ફ્રિઝમાં મૂકી દો. એના પર કેસરના તાંતણા અને પિસ્તાના ટુકડાથી સજાવી લો.

તૈયાર છે તમારી ઠંડી-ઠંડી કેસર-પિસ્તા લસ્સી….

Lassi Recipe,દહીં, કેસર, મેંગો, લસ્સી રેસિપી

2. રોઝ લસ્સી (Rose Lassi)

આ માટે ગુલાબનું તૈયાર શર્બત જોઇશે અથવા તમે ઘરે બનાવતા હો તો એ શર્બત પણ ચાલશે. બે ચમચી જેટલું શર્બત લસ્સીના બેઝમાં ઉમેરીને મિક્સ કરી લો અને સારી રીતે હલાવી લો. હવે આ લસ્સીને ઠંડી થવા ફ્રિઝમાં મૂકી દો. હવે અડધી ચમચી શર્બત લસ્સી પર રેડી દો અને સાથે જો ઉપલબ્ધ હોય તો ગુલાબની પાંખડીઓ વડે સજાવી લો.

તૈયાર છે તમારી ઠંડી-ઠંડી રોઝ લસ્સી….

Lassi Recipe,દહીં, કેસર, મેંગો, લસ્સી રેસિપી

3. મેંગો લસ્સી (Mango Lassi)

આ માટે પાકી કેરીને છોલીને એનો પલ્પ કાઢી લેવો અને એને મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લેવો. હવે લસ્સીના બેઝમાં આ કેરીના એકરસ કરેલા પલ્પ અને ઝીણા સમારેલા કેરીના ટુકડાને ઉમેરી દેવા અને હવે આ લસ્સીને ઠંડી થવા ફ્રિઝમાં મૂકી દો. સારી રીતે ઠંડી કર્યા બાદ કેરીના ટુકડા વડે સજાવી દો.

તૈયાર છે તમારી ઠંડી-ઠંડી મેંગો લસ્સી….

Lassi Recipe,દહીં, કેસર, મેંગો, લસ્સી રેસિપી

4. પ્લેઇન લસ્સી (Plain Lassi)

પ્લેઇન લસ્સીમાં જે બેઝ તૈયાર કરેલો હોય એને એક કાચના ગ્લાસમાં ઉમેરી દો અને હવે એની તમે કોઇ પણ ફ્લેવરથી સજાવટ કરી શકો છો. જેમ કે, ટૂટી ફ્રુટી, ગુલકંદ, સમારેલા ડ્રાયફ્રુટ (Dry Fruits) અથવા તો ફુદીનાના પાન (Mint Leaves)થી સજાવીને ઠંડી-ઠંડી સર્વ કરો.

લસ્સીની ઘરે બનાવેલી આ 4 ફ્લેવર તમારું મન મોહી લેશે અને તમે એ વારંવાર બનાવવાનું પસંદ કરશો!


આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…

આ પણ વાંચો: નાસ્તામાં બનાવો પાઉંભાજી પરોઠા…એટલા તો ટેસ્ટી બનશે કે ખાનારા ખુશ થઇ જશે! મસ્ત રેસિપી…

આ પણ વાંચો: રાતની વધેલી રોટલીનું સવારે નાસ્તામાં બનાવો ચૂરમાની વાનગી, બાળકો વારંવાર માગશે…ફટાફટ રેસિપી..!