Lifestyle/ નાસ્તામાં બનાવો પાઉંભાજી પરોઠા…એટલા તો ટેસ્ટી બનશે કે ખાનારા ખુશ થઇ જશે! મસ્ત રેસિપી…

Pav Bhaji Paratha (પાઉંભાજી પરોઠા) ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે અને પાઉંભાજી ખાધાનો સંતોષ પણ પ્રાપ્ત થાય છે! આને તમે વધેલી ભાજીમાં બાફેલા બટાટા…

Trending Food Health & Fitness Lifestyle
Pav Bhaji Paratha,પાઉંભાજી પરોઠા,પોષણયુકત, ટેસ્ટી, રેસિપી

Lifestyle: સવારના નાસ્તામાં બ્રેડ ખાવાથી બહેતર છે કે તમે ઘઉંના લોટમાંથી બનતા પરોઠા ખાઓ! કોઇ પણ સિઝનમાં બ્રેકફાસ્ટ કે ડિનરમાં સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પરોઠા ખાઇને આવે છે. તમે પાઉંભાજીની લિજ્જત તો અવારનવાર માણતા જ હશો પણ શું તમે કદી પાઉંભાજી પરોઠા (Pav Bhaji Paratha)ખાધા છે ખરા? એ બનાવવાનું અત્યંત સરળ છે અને બાળકો તો એના દીવાના થઇ જશે!

ભાત-ભાતના હૅલ્ધી પરોઠા

શિયાળા (Winter)ની ઋતુ હવે વિદાયના આરે છે, સિઝન બદલાઇ રહી છે અને સૌને હવે આ જતી ઠંડીમાં પણ શાકભાજીથી ભરપૂર ભાત-ભાતનું ખાઇ લેવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. આ તમામ સ્પાઇસી વાનગીઓમાં પાઉંભાજી તો હોટ ફેવરિટ છે! કોઇ પણ સિઝનમાં બ્રેકફાસ્ટ કે ડિનર (Breakfast or Dinner)માં સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પરોઠા ખાઇને આવે છે. જેમ કે, આલુ પરોઠા, કોબીજ પરોઠા, મૂળાના પરોઠા, મેથી પરોઠા, પાલખ પનીર પરોઠા (Aloo Paratha, Muli Paratha, Methi Paratha, Palak Paratha) વગેરે…પરંતુ આ નવીન તરેહના પરોઠા એકવાર બનાવીને જોશો તો તમે એ વારંવાર બનાવવાનું પસંદ કરશો…

સવાર-સવારમાં કિચનના કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક રેસિપી (Recipe) અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે પાઉંભાજી પરોઠા…

જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ધરાવો છો તો તમારે સવારના હૅલ્ધી બ્રેકફાસ્ટથી દિવસની શરુઆત કરવી જોઇએ. સવાર-સવારમાં તળેલું કે ગળ્યું ખાવાની જગ્યાએ આ પાઉંભાજી પરોઠા ખાશો તો એની સામે પાઉંભાજી પણ ફિક્કી લાગશે! બાળકો (Kids)ને તો આ પરોઠા અત્યંત પસંદ પડે છે. એમને પાઉંભાજી ખાધાનો સંતોષ પણ પ્રાપ્ત થશે! સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આને તમે વધેલી ભાજીમાં બાફેલા બટાટા અને પાવભાજી મસાલો ઉમેરીને પણ રેડી કરી શકો છો. તો ચાલો જોઇએ આ ટેસ્ટી વાનગીની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે…

Pav Bhaji Paratha,પાઉંભાજી પરોઠા,પોષણયુકત, ટેસ્ટી, રેસિપી

શી રીતે બનાવશો પાઉંભાજી પરોઠા (Pav Bhaji Paratha)?

આ સ્પાઇસી પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ

5-6 કળી ઝીણું સમારેલું લસણ

2-3 લીલા મરચા

2-3 બાફેલા બટાટા

1/2 કપ બાફીને છૂંદેલા વટાણા

1 ચમચી લીંબુનો રસ

પાઉંભાજી મસાલો

સ્વાદાનુસાર મીઠું

તળવા અને મોણ માટે તેલ

ઉપર લગાવવા માટે બટર

Pav Bhaji Paratha,પાઉંભાજી પરોઠા,પોષણયુકત, ટેસ્ટી, રેસિપી

જરુર મુજબ બારીક સમારેલી શાકભાજી

ગાજર

કેપ્સિકમ

ડુંગળી

ફુલાવર

ફણસી

કોથમીર

Pav Bhaji Paratha,પાઉંભાજી પરોઠા,પોષણયુકત, ટેસ્ટી, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 2 કપ ઘઉંનો લોટ લઇને એમાં સ્વાદાનુસાર મીઠું નાખીને નરમ લોટ બાંધીને ઢાંકી દો.

2. હવે સ્ટફિંગ બનાવીશું. એ બનાવવા માટે તમે જે ચાહો એ શાકભાજી (Vegetables) લઇ શકો છો. એમાં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, લસણ, ફુલાવર, ફણસી, વટાણા અથવા તમને મનપસંદ શાકભાજી લઇ લો.

3.આ તમામ શાકભાજીને ચોપર કે ગ્રાઇન્ડરમાં નાખીને ઝીણી સમારી લો.

4. 2 અથવા 3 બટાટા બાફીને રાખવા.

5. હવે એક પૅનમાં બટર લો અને એમાં ઝીણું સમારેલું લસણ અને મરચા સાંતળો.

6. તમામ સમારેલી શાકભાજી ઉમેરી લો. એમાં સ્વાદાનુસાર મીઠું અને પાઉંભાજી મસાલો ઉમેરી દો.

7. શાક સંતળાઇ જાય એટલે એમાં બાફેલા બટાટા ઉમેરી દો.

8. બટાટા અને શાકભાજીને 5 મિનિટ સુધી થવા દો અને ત્યારબાદ ગૅસ બંધ કરીને લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો. સ્ટફિંગ તૈયાર છે. એને ઠંડુ કરી લો.

Pav Bhaji Paratha,પાઉંભાજી પરોઠા,પોષણયુકત, ટેસ્ટી, રેસિપી

9. બાંધેલા લોટમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવી લો અને તૈયાર કરેલું 2-3 ચમચી સ્ટફિંગ એમાં સારી રીતે ભરી લો.

10. આ પરોઠાને હળવા હાથે વણી લો અને ફાટે નહિં એનું ધ્યાન રાખવું.

11. ગરમ તવા પર નાખીને એને બંને તરફ શેકી લો. જરુર પડે તેમ તેલ લગાવી લેવું.

Pav Bhaji Paratha,પાઉંભાજી પરોઠા,પોષણયુકત, ટેસ્ટી, રેસિપી

આ ગરમાગરમ પરોઠાને બટર (Butter) લગાવીને સર્વ કરો. બાળકોને પણ લંચબોક્સમાં તમે આ ટેસ્ટી અને શાકભાજીના પોષણસભર પરોઠા ભરીને આપી શકો છો. તમારા ધરે મહેમાનો આવવાના હોય ત્યારે તમે એ બનાવીને સરસ મજાનું ડિનર રેડી કરી શકો છો.


આ પણ વાંચો: ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…

આ પણ વાંચો: ફૂલેલી, નરમ, પાતળી રોટલી કોને ખાવી ન ગમે? લોટ બાંધવાથી શેકવા સુધીની રોટી મેકિંગ રેસિપી ટિપ્સ..!

આ પણ વાંચો: જો તમને વાસી રોટલી ખાવાના 5 ફાયદા ખબર હોય, તો તમે પણ રાત્રે ઘણી બધી રોટલી બનાવશો!