adventure travel/ પહાડોની નીચે છુપાયેલું છે રહસ્યમય મંદિર, ગુફાની બહાર લખ્યું છે ‘રસ્તો ઉજ્જૈન જાય છે’; જાણો સત્ય

ગુજરાતના દાહોદ (Dahod) માં આવેલું કેદારનાથ મહાદેવ મંદિર તેની રહસ્યમય ગુફા માટે જાણીતું છે. લોકવાયકા મુજબ આ ગુફાનો રસ્તો ઉજ્જૈન નીકળે છે. જાણો આ પ્રાચીન મંદિર અને તેની પાછળ છુપાયેલા રહસ્ય વિશે.

Trending Tips & Tricks Lifestyle
Dahod

Mystery Cave in Dahod: ગુજરાતમાં અનેક પ્રાચીન અને ચમત્કારી મંદિરો આવેલા છે, પરંતુ દાહોદ જિલ્લામાં આવેલું કેદારનાથ મહાદેવનું મંદિર એક અજીબોગરીબ દાવાને કારણે ચર્ચામાં છે. પહાડોની વચ્ચે આવેલી આ ગુફાની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેના પર લખ્યું છે – ‘આ ગુફા ઉજ્જૈન નીકળે છે.’ આ વાંચીને કોઈ પણ પ્રવાસી અચંબિત થઈ જાય તે સ્વાભાવિક છે.

Dahod

ક્યાં આવેલું છે આ મંદિર? (Dahod Kedarnath)

દાહોદ (Dahod) શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર ડુંગરાઓથી ઘેરાયેલા વિસ્તારમાં આ કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર એક વિશાળ પહાડની નીચે કુદરતી ગુફામાં સ્થિત છે. મંદિરની આસપાસ વહેતા પાણીના ઝરણા અને હરિયાળી તેને એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પણ બનાવે છે. અહીં બિરાજમાન શિવલિંગને સ્વયંભૂ માનવામાં આવે છે.

Dahod

પાંડવો સાથે જોડાયેલી છે લોકવાયકા

સ્થાનિક લોકવાયકા મુજબ, હજારો વર્ષો પહેલા વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા અને તેમણે આ સ્થળે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. ગુફાની (Dahod) અંદર જઈને મહાદેવના દર્શન કરવા એ એક આધ્યાત્મિક અને રોમાંચક અનુભવ છે. અહીંનો (Dahod) માહોલ હંમેશા અભિમંત્રિત અને શાંતિદાયક રહે છે.

Dahod

ઉજ્જૈન નીકળતી ગુફાનું રહસ્ય 

મંદિરમાં દર્શન કર્યા બાદ જ્યારે તમે ગુફાના ઉંડાણ તરફ જાવ છો, ત્યારે એક સાંકડો અને ભેદી રસ્તો જોવા મળે છે.

ભેદી બોર્ડ: આ રસ્તાના પ્રવેશદ્વાર પર જ લખેલું છે કે આ માર્ગ મધ્યપ્રદેશના ઉજ્જૈન તરફ જાય છે.

શું છે સત્ય?: જોકે, આ વાત માત્ર એક લોકવાયકા પર આધારિત છે. અત્યાર સુધી આ રસ્તો ખરેખર ઉજ્જૈન નીકળે છે કે નહીં તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. તેમ છતાં, આ ભેદી રસ્તો અને તેની બહાર મારેલું બોર્ડ શ્રદ્ધાળુઓ અને સંશોધકો માટે આજે પણ રહસ્યનો વિષય છે.


આ પણ વાંચો: હવે મોંઘી હોટલ નહીં પણ ‘માનસિક શાંતિ’ છે ખરી લક્ઝરી, આ સ્થળોએ મળશે અદભૂત આંતરિક સુખ

આ પણ વાંચો:ભારતના આ 6 સ્થળો છે તારાઓ નિહાળવા માટે બેસ્ટ, નરી આંખે દેખાશે આકાશગંગા; જુઓ લિસ્ટ

આ પણ વાંચો:  અયોધ્યા અને ઉજ્જૈન માટેના સર્ચમાં થયો જંગી વધારો, ભારતીય પરિવારોમાં આધ્યાત્મિક પ્રવાસનો નવો ટ્રેન્ડ