Spiritual travel luxury trend 2026: એક સમય હતો જ્યારે લક્ઝરી ટ્રાવેલનો અર્થ ફાઈવ સ્ટાર હોટલ, મોંઘી ગાડીઓ અને વિદેશી શોપિંગ ગણાતો હતો. પરંતુ વર્ષ 2026 માં આ ટ્રેન્ડ બદલાયો છે. આજના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના યુગમાં સૌથી મોટી લક્ઝરી ‘માનસિક શાંતિ’ છે. આથી જ ‘સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ’ (Spiritual Travel ) એટલે કે આધ્યાત્મિક પ્રવાસ હવે એક નવી જીવનશૈલી બની ગયો છે. લોકો હવે એવા સ્થળો પસંદ કરી રહ્યા છે જ્યાં તેઓ ડિજિટલ દુનિયાથી કપાઈને પોતાની જાત સાથે જોડાઈ શકે.
શા માટે વધી રહ્યો છે Spiritual Travel નો ક્રેઝ?
આધુનિક જીવનશૈલીમાં સ્ટ્રેસ, થાક અને માનસિક અશાંતિ સામાન્ય બની ગઈ છે. સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ એ જૂના જમાનાની તીર્થયાત્રા જેવું નથી, પણ તે યોગ, ધ્યાન, આયુર્વેદ અને પ્રકૃતિના ખોળે બેસીને મન અને શરીરને ‘રીસેટ’ કરવાનો એક માર્ગ છે. અહીં વૈભવી સગવડો કરતાં ‘આત્મિક સુખ’ પર વધુ ભાર મૂકવામાં આવે છે. વિશ્વના અને ભારતના શ્રેષ્ઠ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન્સ.
ઈશા યોગ સેન્ટર, કોઈમ્બતુર :
તામિલનાડુના કોઈમ્બતુરની વાદીઓમાં આવેલું આ સેન્ટર આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં સ્થાપિત વિશાળ ‘આદિયોગી’ની પ્રતિમા અને ‘ધ્યાનલિંગ’ મુલાકાતીઓને અદભૂત શાંતિનો અનુભવ કરાવે છે. અહીંના શિસ્તબદ્ધ કાર્યક્રમો, યોગ અને આંતરિક શોધની પ્રક્રિયા પ્રવાસીઓના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને બદલી નાખે છે.
આયુર્વેદિક રીટ્રીટ: વાના (Vana), દેહરાદૂન:
ઉત્તરાખંડની પહાડીઓમાં સ્થિત ‘વાના’ એ પ્રકૃતિ અને વિજ્ઞાનનો સંગમ છે. અહીં તિબેટીયન હીલિંગ, આયુર્વેદ અને યોગ દ્વારા સારવાર કરવામાં આવે છે. પહાડોની વચ્ચે ચાલવું, ઓર્ગેનિક (Spiritual Travel ) ખોરાક અને સાઉન્ડ બાથ જેવી પ્રવૃત્તિઓ મનને શાંત કરી દે છે.
આનંદા ઇન ધ હિમાલયાઝ, ઋષિકેશ :
ગંગા નદીના કિનારે એક રાજવી હવેલીમાં બનેલું આ રિસોર્ટ વેદાંત અને લક્ઝરીનો અનોખો સંગમ છે. અહીંના ‘ઇમોશનલ ડિટોક્સ’ (Spiritual Travel ) પ્રોગ્રામ્સ અને યોગ ક્લાસ વૈશ્વિક સ્તરે જાણીતા છે. જો તમે શરીરની સાથે આત્માને પણ આરામ આપવા માંગતા હોવ, તો આ શ્રેષ્ઠ સ્થળ છે.
સોનેવા ફુશી, માલદીવ્સ (Soneva Fushi):
માલદીવ્સ માત્ર હનીમૂન માટે જ નથી! સોનેવા ફુશીમાં તમે રાત્રે તારાઓ જોઈ શકો છો અને જંગલની વચ્ચે ‘સોલ થેરાપી’ લઈ શકો છો. અહીંનું વાતાવરણ તમને બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ કરી દે છે, જે ઊંડી ઊંઘ અને માનસિક શાંતિ માટે જરૂરી છે.
રાસ દેવીગઢ, ઉદયપુર (RAAS Devigarh):
રાજસ્થાનના ઉદયપુરમાં 18મી સદીના આ મહેલમાં તમે રાજવી અંદાજમાં આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકો છો. સંગમરમેરની હવેલીમાં સાઉન્ડ હીલિંગ અને આયુર્વેદિક મસાજ દ્વારા મનને ગહન શાંતિ મળે છે.
ધ રીટ્રીટ, બ્લુ લેગૂન, આઈસલેન્ડ (Blue Lagoon):
જો તમે ભારત બહાર શાંતિની શોધમાં હોવ, તો આઈસલેન્ડનું બ્લુ લેગૂન સ્વર્ગ સમાન છે. લાવા ફિલ્ડ્સની વચ્ચે વાદળી પાણીમાં ‘જીઓ-થર્મલ બાથ’ લેવાથી શરીરની નસોમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ (Spiritual Travel) એ કોઈ ટૂંકી મુસાફરી નથી, પણ તે જીવનમાં સંતુલન લાવવાનો એક પ્રયાસ છે. સાચી લક્ઝરી મોંઘા રૂમમાં નહીં, પણ એ સમયમાં છે જે તમે તમારી જાતને આપો છો. જો તમે પણ ઓફિસ કે ઘરની જવાબદારીઓથી થાક અનુભવતા હોવ, તો એકવાર આવા કોઈ આધ્યાત્મિક પ્રવાસનું આયોજન ચોક્કસ કરજો.
આ પણ વાંચો:ભીડભાડથી દૂર શાંતિની શોધમાં છો? ઋષિકેશથી લઈને જીરો વેલી સુધી, આ જગ્યાઓ સોલો ટ્રાવેલર્સ માટે છે બેસ્ટ
આ પણ વાંચો: નેનીતાલથી માત્ર 13 કિમી દૂર આવેલું છે પંગોટ, હિમાલયના નજારા અને ફોટોગ્રાફી માટે છે શ્રેષ્ઠ સ્થળ



