Entertainment News/ દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ પર દુખનો પહાડ તૂટ્યો, માતાના નિધનથી ફિલ્મ જગતમાં શોક

પ્રસિદ્ધ અભિનેતા Prakash Rajના માતા સુવર્ણલતાનું 86 વર્ષની વયે બેંગલુરુમાં નિધન થયું છે. માતાના સંઘર્ષમય જીવન અને પ્રકાશ રાજના મુકામ વિશે વાંચો આ ખાસ અહેવાલમાં.

Trending Entertainment
Prakash Raj

Prakash Raj mother Suvarnalatha death news Bangalore: ભારતીય ફિલ્મોના બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા પ્રકાશ રાજના ઘરેથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. રવિવાર, 29 માર્ચ 2026 ના રોજ સવારે તેમના માતા સુવર્ણલતાનું બેંગલુરુ સ્થિત નિવાસસ્થાને અવસાન થયું છે. રવિવાર સાંજે જ તેમના અંતિમ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ ફિલ્મ જગત અને ચાહકોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

માતાનો સંઘર્ષ અને પ્રકાશ રાજની પ્રેરણા

પ્રકાશ રાજના (Prakash Raj) જીવનમાં તેમના માતા સુવર્ણલતાજી સૌથી મજબૂત સ્તંભ સમાન હતા. અભિનેતાએ ઘણીવાર પોતાના ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો છે કે તેમનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય રહ્યું હતું. પિતાની દારૂની લતને કારણે ઘરની તમામ જવાબદારી માતાના ખભા પર આવી ગઈ હતી. તેમણે એકલે હાથે બાળકોનો ઉછેર કર્યો અને પ્રકાશ રાજને (Prakash Raj) તે સંસ્કાર અને મજબૂતી આપી જેના કારણે તેઓ આજે આ મુકામ પર પહોંચ્યા છે. પ્રકાશ રાજ પોતાની સફળતાનો શ્રેય હંમેશા તેમની માતાના અતૂટ ધૈર્ય અને સાહસને આપતા રહ્યા છે.

Prakash Raj

રાજકીય અને સિનેમા જગતમાં શોક

આ દુખદ સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો પ્રવાહ શરૂ થયો છે. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે, “પ્રસિદ્ધ અભિનેતા પ્રકાશ રાજની (Prakash Raj) માતા સુવર્ણલતાજીના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુખ થયું છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પ્રકાશ રાજ ગારૂ તથા તેમના પરિવારને આ મુશ્કેલ સમય સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.”

Prakash Raj

Prakash Rajનું અંગત જીવન અને સફળતા

કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજી એમ અનેક ભાષાઓમાં 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પ્રકાશ રાજ (Prakash Raj) પાંચ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. જોકે સફળતાના આ શિખર સુધી પહોંચવા માટે તેમણે અનેક અંગત દુખોનો પણ સામનો કર્યો છે. વર્ષ 2004 માં તેમણે પોતાના 5 વર્ષના પુત્ર સિદ્ધુને ગુમાવ્યો હતો, જે તેમના જીવનનો સૌથી મોટો આઘાત હતો. હવે 86 વર્ષની વયે માતાનું નિધન તેમના જીવનનો બીજો એક દર્દનાક અધ્યાય છે.


આ પણ વાંચો: સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:સોનમ કપૂર બીજી વખત બની માતા, 40 વર્ષની વયે બીજા પુત્રને આપ્યો જન્મ; કપૂર પરિવારમાં ખુશીનો માહોલ