Entertainment News/ બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

જાણીતા બંગાળી Actor રાહુલ અરુણોદય બેનર્જીનું દીઘા ખાતે શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. 43 વર્ષની વયે તેમના નિધનથી બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છે.

Trending Entertainment
Actor

પશ્ચિમ બંગાળની ફિલ્મ અને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાંથી એક હૃદયદ્રાવક સમાચાર મળી રહ્યા છે. લોકપ્રિય બંગાળી અભિનેતા (Actor) રાહુલ અરુણોદય બેનર્જીનું 43 વર્ષની વયે નિધન થયું છે. દીઘા પાસે આવેલા તલસારી દરિયાકિનારે એક સિરિયલના શૂટિંગ દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર ટોલિવૂડને સ્તબ્ધ કરી દીધું છે.

Actor

કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?

Actor રાહુલ બેનર્જી હાલમાં ‘ભોલે બાબા પાર કરેગા’ નામની લોકપ્રિય સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. શૂટિંગ માટે આખી ટીમ દીઘા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, શૂટિંગ પૂર્ણ થયા બાદ Actor રાહુલ તેમની સહ-અભિનેત્રી સાથે દરિયાકિનારે ચાલવા ગયા હતા.પાણીની મજા માણતી વખતે તેઓ અચાનક દરિયાના જોરદાર મોજાની લપેટમાં આવી ગયા અને ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. ત્યાં હાજર ટેકનિશિયનોએ તાત્કાલિક તેમને બહાર કાઢ્યા હતા, પરંતુ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ ડૂબી જવું લાગે છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે તેમને પાણીમાં હાર્ટ અટેક આવ્યો હતો કે અન્ય કોઈ કારણ હતું.

સીએમ મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો શોક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કરતા લખ્યું કે, “રાહુલ મારા મનપસંદ કલાકારોમાંના (Actor)એક અને ખૂબ જ સારા માણસ હતા. આ ઘટના કેવી રીતે બની તે સમજવું મુશ્કેલ છે.”

 

View this post on Instagram

 

A post shared by Tollywood Bangla (@tollywood._bangla)

Actorની થિયેટરથી ફિલ્મો સુધીની સફર

Actor રાહુલ બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી. તેમને ખરી ઓળખ ‘ચિરદિની તુમી જે આમાર‘ ફિલ્મથી મળી હતી, જેમાં તેમની પત્ની પ્રિયંકા સરકાર પણ સાથે હતી. આ ઉપરાંત ‘ખેલ’, ‘હરગૌરી પૈસે હોટલ’ જેવી સિરિયલો અને ‘સહજ કથા’ પોડકાસ્ટ દ્વારા તેમણે લાખો દર્શકોના દિલ જીત્યા હતા. લાંબા સમયના બ્રેક બાદ તેમણે ફરી કામ શરૂ કર્યું હતું, પરંતુ આ અકસ્માતે તેમની સફરનો અંત આણી દીધો છે.


આ પણ વાંચો: સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો: ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે ‘માતૃભૂમિ’ તરીકે રિલીઝ થશે સલમાનની ફિલ્મ, જાણો શું છે નવી ટેગલાઈન?

આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે