Vijay TVK candidate list 2026: તમિલનાડુની રાજનીતિમાં વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટો વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (TVK) ના પ્રમુખ વિજયે આજે તેમની પાર્ટીના તમામ 234 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ જાહેરાતમાં સૌથી મહત્વની વાત એ છે કે વિજય પોતે બે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
વિજય કઈ બેઠકો પરથી લડશે?
પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, સુપરસ્ટાર વિજય (Vijay) ત્રિચી ઈસ્ટ અને ચેન્નાઈની પેરમ્બુર બેઠક પરથી નસીબ અજમાવશે. બંને બેઠકો પર તેમનું નામ ‘સી. જોસેફ વિજય’ તરીકે નોંધવામાં આવ્યું છે. ફિલ્મી પડદે સુપરહિટ રહ્યા બાદ વિજય હવે સીધા જનતાના દરબારમાં પોતાનું કૌવત બતાવવા તૈયાર છે.
યુવાનો માટે જાહેરાતો
ચૂંટણી જીતવા માટે વિજયે તમિલનાડુના યુવાનો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમની પાર્ટીએ અનેક મોટા વચનો આપ્યા છે:
બેરોજગારી ભથ્થું: જો TVK સત્તા પર આવશે, તો 29 વર્ષથી વધુ ઉંમરના બેરોજગાર યુવાનોને દર મહિને ₹4,000 આપવામાં આવશે.
ડિપ્લોમા ધારકો: ડિપ્લોમા પાસ કરેલા યુવાનોને દર મહિને ₹2,500 ની આર્થિક સહાયનું વચન અપાયું છે.
રોજગારમાં અનામત: ‘તમિલ એમ્પ્લોયમેન્ટ ક્રેડિટ સિસ્ટમ’ હેઠળ જે ખાનગી કંપનીઓ 75% કર્મચારીઓ તમિલનાડુના રાખશે, તેમને વીજળી બિલ અને SGST માં મોટી રાહત આપવામાં આવશે.
પાર્ટીના અન્ય દિગ્ગજ ઉમેદવારો
વિજયની (Vijay) સાથે પાર્ટીના અન્ય મોટા નેતાઓ પણ મેદાનમાં છે: જનરલ સેક્રેટરી એન. આનંદ ટી. નગર થી ચૂંટણી લડશે. ખજાનચી વેંકટ રમણન માયલાપોર બેઠક પરથી મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત સીટીઆર નિર્મલ કુમાર અને ડો. મારિયા વિલ્સન જેવા જાણીતા નામોને પણ ટિકિટ આપવામાં આવી છે.
ભાવુક થયા ‘થલપતિ’ Vijay
ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે વિજય (Vijay) ભાવુક દેખાયા હતા. તેમણે કહ્યું કે, “મેં ફિલ્મી કરિયર છોડીને જનતાની સેવા માટે રાજકારણમાં પગ મૂક્યો છે. મેં એવા ઉમેદવારોને પસંદ કર્યા છે જે જનતાની સમસ્યાઓ સાંભળશે અને તેનો ઉકેલ લાવશે.” તેમણે લોકોને એક તક આપવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: ધુરંધર 2 પર સંકટ: ₹800 કરોડની કમાણી વચ્ચે પ્રતિબંધની માંગ, જાણો શું છે વિવાદ!
આ પણ વાંચો: ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે ‘માતૃભૂમિ’ તરીકે રિલીઝ થશે સલમાનની ફિલ્મ, જાણો શું છે નવી ટેગલાઈન?
આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે
