Junagadh News/ જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ વિવાદ વધુ વકર્યો, ઓડિયો ક્લિપ વાયરલ થતા ઉઠ્યા સવાલો

જૂનાગઢની Patel Kelavani Mandalમાં વિવાદ વધુ વકર્યો…ચેતન ફળદુની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા વાલીઓમાં રોષ, ધરણા શરૂ!

Top Stories Gujarat Others Breaking News
Patel Kelavani Mandal માં વિવાદ વકર્યો, રાજીનામાની માંગ ઉગ્ર

Junagadh News: શહેરની જાણીતી પટેલ કેળવણી મંડળ (Patel Kelavani Mandal) સંસ્થા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં મેનેજીંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુ સાથે જોડાયેલી એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ગરમાયો છે. મળતી માહિતી મુજબ, આ ઓડિયો ક્લિપમાં ચેતન ફળદુ દ્વારા સમાજના અગ્રણી અને સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ ઉમિયાધામ સંસ્થા ગાંઠીલાના પ્રમુખ નિલેશ ધુલેશિયા વિશે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Patel Kelavani Mandal: વાલીઓમાં રોષ, ધરણા પર બેઠા

આ વિવાદ વચ્ચે કાંતિ ફળદુ દ્વારા સંસ્થામાં ભણતી દીકરીઓના વાલીઓ સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે નારાજ વાલીઓએ સંસ્થાના વિરુદ્ધ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકીય આક્ષેપો પણ સામે

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કાંતિ ફળદુ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે કે, જે વાલીઓ આંદોલન કરી રહ્યા છે તેઓ આમ આદમી પાર્ટી પ્રેરિત છે. આ નિવેદન પછી મામલો વધુ રાજકીય રંગ લેતો દેખાઈ રહ્યો છે.

patel kelavani mandal junagadh

ઓડિયો વાયરલ, પુષ્ટિ બાકી

ચેતન ફળદુ અને સમાજના અન્ય એક અગ્રણી વચ્ચેની વાતચીત તરીકે જણાવાતી ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે, આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિવાદ વધતા કાંતિ ફળદુએ કડવા પટેલ સમાજની સંસ્થામાંથી (Patel Kelavani Mandal) રાજીનામું આપવું જોઈએ તેવી માંગ પણ ઉગ્ર બની રહી છે.


આ પણ વાંચો:સાબર ડેરીના ચેરમેનની ઓડિયો ક્લિપ વાયરલ, પશુપાલકે દૂધને લઈ ચિંતા વ્યક્ત કરતા કર્યા સવાલ

આ પણ વાંચો:બરોડા ડેરી અને સુમુલ ડેરી વિવાદમાં ઓડિયો ક્લિપ થઇ વાયરલ, અનેક લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ