Vadodara News: વડોદરામાં ભાજપ (Vadodara BJP) કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ કરવામાં આવી છે. દુષ્કર્મ આચરનારા કાર્યકરની ઓડિયો ક્લીપ વાઇરલ કરવામાં આવી છે. આ વાઇરલ ક્લીપમાં કાર્યકર એમ કહેતો સાંભળી શકાય છે કે અમારી પાસે પાંચ-પાંચ ધારાસભ્ય છે. અમને કોઈ કશું કરી શકે તેમ નથી.
ભાજપના આ કાર્યકરે પરીણિતા પર દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના આ કાર્યકર સામે ગુનો નોંધાયો છે. વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરીણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ નામનો વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું
ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પરીણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાને મોબાઇલ પર ચેટ કરી ઘરમાં કોઇ છે કે કેમ તે જાણી લઇ રાતે બળાત્કાર ગુજારનાર અનગઢના ભાજપના કાર્યકર આકાશ ગોહિલ સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં સંસદ સભ્ય તેમજ જિલ્લાના ધારાસભ્યો સાથે ફોટા પડાવી ફરતા કરનાર કાર્યકર આકાશ ગોહિલ ફરાર થઇ ગયો છે. આકાશ ગોહિલની એક કથિત ઓડિયો ક્લિપ ફરતી થઇ છે. જેમાં આકાશ તરીકે વાત કરી રહેલો વ્યક્તિ કહી રહ્યો છે કે, એ ગમે તે કરે અમારી પાસે સત્તા છે, પાંચ-પાંચ ધારાસભ્યો છે, અમને કંઇ થશે નહીં.

આ પણ વાંચોઃ વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
