Iran US mediation Pakistan ceasefire: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિનાશક સંઘર્ષની વચ્ચે આખરે શાંતિની એક આશા જાગી છે. લાંબા સમયના તણાવ બાદ ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકા સાથે મધ્યસ્થી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જોકે, ઈરાને આ વાતચીત ટેબલ પર આવવા માટે પોતાની સુરક્ષાને લઈને કેટલીક આકરી શરતો રજૂ કરી છે.
શાંતિ માટે Iranની 5 મુખ્ય શરતો
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, Iran પાકિસ્તાન દ્વારા અમેરિકા સમક્ષ પાંચ મુખ્ય શરતો મૂકી છે:
હુમલાઓ પર તાત્કાલિક રોક: Iran પર થઈ રહેલા તમામ સૈન્ય હુમલાઓ તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે.
લેખિત ખાતરી: અમેરિકા અને ઈઝરાયેલ લેખિતમાં ગેરંટી આપે કે ભવિષ્યમાં Iran વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં.
ચાર દેશોની મધ્યસ્થી: આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કી સક્રિય ભૂમિકા ભજવે.
સુરક્ષા ગેરંટી: વોશિંગ્ટન તેહરાનની સુરક્ષા ચિંતાઓનું નિવારણ કરે અને આ ચાર મધ્યસ્થી દેશો તેની ખાતરી આપે.
ચોક્કસ રોડમેપ: વાટાઘાટો અને ભવિષ્યના સંબંધો માટે એક સ્પષ્ટ અને સમયબદ્ધ રોડમેપ તૈયાર કરવામાં આવે.
ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રીઓની મહત્વની બેઠક
આગામી 29-30 માર્ચ દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક હાઈ-લેવલ મિટિંગ મળવા જઈ રહી છે. જેમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ Iranની આ શરતો પર મંથન કરશે. જો આ ચાર દેશો અમેરિકા પાસેથી ઈરાનને જરૂરી સુરક્ષા ગેરંટી અપાવવામાં સફળ રહેશે, તો આગામી 31 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે યુદ્ધવિરામની મોટી જાહેરાત થઈ શકે છે.
પાકિસ્તાન બન્યું ‘શાંતિનો સેતુ’
પાકિસ્તાન અત્યારે અમેરિકા અને Iran વચ્ચે એક મહત્વના બ્રિજ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આ પ્રક્રિયામાં તેજી આવી છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને પણ સંકેત આપ્યો છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉર્જા પુરવઠો જાળવી રાખવા માટે આ યુદ્ધ રોકવું અનિવાર્ય છે.
આ પણ વાંચો : મોંઘવારીનો માર! કોન્ડોમથી લઈને પેરાસિટામોલ અને ડ્રાય ફ્રુટ્સના ભાવમાં મોટો ઉછાળો
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત
