Ahmedabad News/ સાબરમતી નદીમાંથી મૃત ભૃણ મળતાં ચકચાર, અજાણી મહિલા સામે ગુનો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં નદીમાંથી 2થી 4 મહિનાના બાળકનું મૃત ભૃણ (Sabarmati River Dead Fetus) મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. ફાયર બ્રિગેડની મદદથી ભૃણ બહાર કાઢવામાં આવ્યું છે અને અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sabarmati River Dead Fetus: નદીમાંથી 2થી 4 મહિનાનું મૃત ભૃણ મળ્યું

Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદીમાંથી 2થી 4 મહિનાના બાળકનું મૃત ભૃણ (Sabarmati River Dead Fetus) મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, એક અજાણી મહિલા ભૃણને નદીમાં વહેતું કરીને જતી રહી હોવાની શંકા છે. રિવરફ્રન્ટ પર હાજર એક મહિલાની નજર નદીમાં તરતા ભૃણ પર પડતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.માહિતી મળતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમની મદદથી નદીમાંથી મૃત ભૃણને બહાર કાઢવામાં આવ્યું હતું.

રિવરફ્રન્ટ પર મહિલાએ ભૃણ જોયું

સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં એક મહિલા હાજર હતી ત્યારે તેને નદીમાં કંઈક તરતું જોવા મળ્યું હતું. નજીકથી તપાસ કરતાં તે બાળકનું મૃત ભૃણ હોવાનું જણાયું હતું. મહિલાએ વિલંબ કર્યા વગર પોલીસને જાણ કરી હતી.પોલીસની ટીમ કામા હોટેલની પાછળની બાજુ આવેલા નદીના પટ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની મદદથી ભૃણ (Sabarmati River Dead Fetus)ને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Sabarmati River Dead Fetus: ભૃણ 2થી 4 મહિનાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

પોલીસ તપાસ દરમિયાન મૃત ભૃણ આશરે 2થી 4 મહિનાના બાળકનું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.ભૃણ (Sabarmati River Dead Fetus) નદીમાં કોણે અને કયા સંજોગોમાં વહેતું કર્યું હતું, તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાંથી મળતી માહિતીના આધારે મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

રિવરફ્રન્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ

આ ઘટનાને પગલે સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં CCTV કેમેરાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રિવરફ્રન્ટના કેટલાક વિસ્તારોમાં પૂરતી CCTV કવરેજ નથી.CCTVની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે આવી ઘટનાઓમાં આરોપીઓની ઓળખ કરવામાં મુશ્કેલી પડતી હોવાનો સવાલ પણ ચર્ચામાં આવ્યો છે. જોકે, આ મામલે CCTV કેમેરાની વાસ્તવિક ઉપલબ્ધતા અને ઘટનાસ્થળનું કવરેજ અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

હાલ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ ભૃણ નદી સુધી કેવી રીતે પહોંચ્યું અને તેની પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે વિવિધ પાસાં તપાસી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં નવજાત ભ્રૂણને સળગાવી ફેંકવાના કેસમાં મહારાષ્ટ્રની યુવતી ઝડપાઈ

આ પણ વાંચો:પિતાએ માતાના ગર્ભમાં બાળકની હત્યા કરી, મોડી રાત્રે ભ્રૂણ રસ્તા પર ફેંક્યું

આ પણ વાંચો:માતાના ગર્ભમાં બાળકનું ભૃણ ફરે તો જ તેના હાડકા બને