Navsari News: નવસારીમાં ઉદ્ઘાટન પહેલાં જ ટાઈડલ ડેમની દિવાલ ધરાશાયી (Navsari Dam Wall Collapse) થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ડેમના ઉત્તર ભાગમાં આવેલી આરસીસી દિવાલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે. દિવાલ ધરાશાયી થતાં બાંધકામની ગુણવત્તા અને કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
Navsari Dam Wall Collapse: ઉદ્ઘાટન પહેલાં જ દિવાલ તૂટી પડી
નવસારીના ટાઈડલ ડેમનું હજુ (Navsari Tidal Dam) ઉદ્ઘાટન પણ થયું નથી ત્યાં જ તેની ઉત્તર ભાગની આરસીસી દિવાલ તૂટી પડતાં વિવાદ સર્જાયો છે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં દિવાલ (RCC Wall Collapse) તૂટી પડવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

પાણીના પ્રવાહથી દિવાલ તૂટી હોવાની ચર્ચા
પ્રાથમિક ચર્ચા મુજબ પાણીના પ્રવાહના કારણે દિવાલ પર દબાણ આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ખરેખર કયા કારણોસર દિવાલ ધરાશાયી થઈ તે અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા થવી બાકી છે.
બાંધકામની ગુણવત્તા સામે સવાલ

ઉદ્ઘાટન પહેલાં જ આરસીસી દિવાલ તૂટી પડતાં ડેમના બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા સમગ્ર બાંધકામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
કોઈએ દિવાલ તોડી હોવાની પણ આશંકા
બીજી તરફ, દિવાલ પાણીના પ્રવાહથી જ તૂટી છે કે પછી કોઈ અન્ય કારણસર તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. દિવાલ કોઈએ જાણી જોઈને તોડી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.સમગ્ર ઘટનાનું સાચું કારણ જાણવા માટે સ્થળનું ટેકનિકલ નિરીક્ષણ કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તપાસ બાદ જ દિવાલ તૂટવાનું ચોક્કસ કારણ અને તેમાં કોઈની બેદરકારી છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ
આ પણ વાંચો: અમદાવાદના નારણપુરામાં લક્ઝરી પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી, 48 પરિવારો બે દિવસથી ઘરવિહોણા
