ગાંધીનગરઃ ગુજરાત દેશમાં ઇ-ગવર્નન્સમાં અગ્રણી રાજ્ય છે. તેથી જ જીઇએમ પોર્ટલ મારફત પારદર્શક ખરીદીના મામલે ગુજરાતને સાત એવોર્ડ મળ્યા છે, જે બીજા કોઈપણ રાજ્ય કરતાં વધારે છે. ગુજરાતમાં Gujarat Egovernance હવે પંચાયત સેવાના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા પહેલી વખત ઓનલાઇન-ફેસલેસ અને પેપરલેસ તથા પારદર્શક બની છે.
આમ હવે ટ્રાન્સફરની પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને કોઈપણ પ્રકારનો અવકાશ રહેતો નથી. આખી પ્રક્રિયા એકદમ પારદર્શક અને ઓનલાઇન અને નીતિગત ધોરણો સાથે સુસંગત છે. આ ઉપરાંત ગુજરાત સરકારના મોટાભાગના કોન્ટ્રાક્ટ ઇ-ટેન્ડરિંગ દ્વારા જ આપવામાં આવે છે. રાજ્ય સરકારથી લઈને સ્થાનિક શહેર સુધરાઈના દ્વારા આપવામાં આવતા મોટાભાગના પ્રોજેક્ટ Gujarat Egovernance ઓનલાઇન તથા ઇ-ટેન્ડરિંગ દ્વારા અપાય છે. સીએમઓમાં પ્રશ્નોના નિવારણ માટે પણ ઓનલાઇન ફરિયાદ નિવારણ કરવામાં આવે છે. આ સિવાય કોઈપણ વ્યક્તિ તેના પ્રશ્નો અંગે ઓનલાઇન સીધી સીએમ ઓફિસે પણ ફરિયાદ કરી શકે છે. આમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુને વધુ જનસેવા કેન્દ્રી અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ફક્ત આટલું જ નહી હવે મોટાભાગના સિવિક સેન્ટરોમાં જન્મથી લઈને મૃત્યુના દાખલા સુધીની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે તો ગુજરાત વિધાનસભા પણ સંપૂર્ણપણે ડિજિટલ Gujarat Egovernance એટલે કે પેપરલેસ થઈ ગઈ છે. ગુજરાતનું દરેક ગામડું આજે વીજ જોડાણ ધરાવે છે અને ટૂંક સમયમાં ગુજરાતના બધા ગામમાં બ્રોડબેન્ડ પણ હશે. આના પગલે ગુજરાતનું દરેક ગામ ડિજિટલ થઈ જશે. આજે ગુજરાતના કોઈપણ નાગરિકે લાઇટબિલ ભરવા, કોર્પોરેશન બિલ ભરવા કે વેરાનું બિલ કરવું જરૂરી નથી કે ઓફિસે જ આવવું પડે, તે ઓનલાઇન પણ ભરી શકે છે અને મોબાઇલથી સ્કેન કરીને પણ ભરી શકે છે. આજે ભારત ફિનટેક ટેકનોલોજીમાં વિશ્વના ભલભલા દેશોથી આગળ છે. ગિફ્ટ સિટી આ દિશામાં અગ્રેસર છે. ગિફ્ટ સિટીમાં દેશની અગ્રણી બેન્કો, ટોચની નાણાકીય સંસ્થાઓ અને વૈશ્વિક નાણા સંસ્થાઓએ તેમના કેન્દ્ર સ્થાપ્યા છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં પણ અનેક ફિનટેક સ્ટાર્ટઅપ સ્થપાઈ રહ્યા છે. ફિનટેક સ્ટાર્ટઅપથી ઇન્ક્યુબેશનનો પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ હબનો ધ્યેય દેશમાં ફિનટેક શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. ફિનટેક ટેકનોલોજીને વેગ આપવાનો છે. ફિનટેક દ્વારા નાણાકીય સમાવેશિતાને વેગ આપવાનો છે. ગિફ્ટ સિટી માટે સરકારે બીજી 76 કરોડની વિશેષ ફાળવણી કરી છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીનો વ્યાપ વધારાઈ રહ્યો છે. તેને મેટ્રો ટ્રેન સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ લંપટ ગુરુ/દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી
આ પણ વાંચોઃ ACB સપાટો/સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
આ પણ વાંચોઃ મુલાકાત/ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે શહીદ મહિપાલસિંહ વાળાના પરિજનોને એક કરોડનો ચેક કર્યો અર્પણ
આ પણ વાંચોઃ અમદાવાદ/ગાયકવાડ હવેલીના પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ ટુકાવ્યું જીવન
આ પણ વાંચોઃ Suicide/પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી શિક્ષકે જીવન ટુંકાવ્યું, આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો
