Suicide/ પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી શિક્ષકે જીવન ટુંકાવ્યું, આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો

સાબરમતી નદીમાં કૂદીને કોમ્પ્યુટરના શિક્ષકનો આપઘાત, પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી ટુંકાવ્યું જીવન

Top Stories Ahmedabad Gujarat
આપઘાત
  • અમદાવાદ: કોમ્પ્યુટર ટીચરે કર્યો આપઘાત
  • પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
  • મૃતકે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો
  • પાંચ દિવસ પહેલા આપઘાત કર્યા બાદ નોંધાયો ગુનો

અમદાવાદમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે અને ખાસ કરીને સાબરમતી નદીમાં કૂદીને લોકો જીવન ટુંકાવતા હોવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે. ત્યારે વધુ એક યુવકે સાબરમતી નદીમાં પડતું મુકીને મોતને વ્હાલું કર્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં પાંચ દિવસ પહેલા કોમ્પ્યુટર ટીચરે વીડિયો બનાવીને મોતની છલાંગ લગાવી જીવ ટુંકાવ્યું હતું. યુવકની પત્ની તેના પિયર જતી રહી હતી અને તેની માતાની ચઢામણીમાં આવીને યુવકને ત્રાસ આપતી હતી. યુવકના આપઘાત કર્યાના પાંચ દિવસ બાદ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે મૃતકની પત્ની અને તની સાસુ સામે કેસ નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તે કહી રહ્યો હતો કે, ખુશ થઇ જજો ફરીનની અમી, તમે જ અમને અલગ કરાવ્યા છે. દરેક ઝગડામાં તમારો જ હાથ હતો. તમે ખુબ જ હેરાન કર્યો છે મને..હું તેમના ઘરે હતો ત્યારે એટલો હેરાન કર્યો મને કે પૂછો નહીં… ગુસ્સો આવી ગયો જાણી જોઇને ગુસ્સો કરાવ્યો…તો પણ હું તને પ્રેમ કરું છું કહી દેજે તારી અમીને…

જુઓ વીડિયો 

આ પણ વાંચો:પલસાણામાં ઘર આંગણે સૂતેલી બાળકીને ઉઠાવી યુવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ