હદ થઇ...!/ રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

રાજકોટમાં ફરી એક યુવાનનું મૃત્યુ થયું છે. 24 વર્ષીય યુવક કારખાનામાં કામ કરતા સમયે બેહોશ થઈ ગયો હતો.

Gujarat Rajkot Trending
Web Story 6 રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત
  • રાજકોટમાં 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
  • કારખાનામાં કામ કરતા મુકેશ વઘાસિયા નામના યુવકનું મોત
  • મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો

Rajkot News : રાજ્ય સહિત દેશભરમાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યારેય જમતા જમતા તો ક્યારેક મેદાન પર જ યુવાઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે આજે વધુ એક માત્ર 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. યુવાન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આ યુવાનનું મોત પણ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

જણાવી દઈએ કે, કારખાનામાં કામ કરતા મુકેશ વઘાસિયાને માત્ર 24 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ એટેક આવતાની સાથે તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતાની સાથે આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

જસ્મીન મુકેશભાઈ વઘાસિયા નામના 24 વર્ષીય યુવાનનું મોત થયું છે. એવામાં પરિવારજનો પાસેથી મળતી વિગતો મુજબ જસ્મીન અપરણિત હતો. ઉપરાંત પરિવારમાં એક માત્ર પુત્ર હતો. જ્યારે તેને બે બહેનો છે. એવામાં પરિવારના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતાં પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે, આ અગાઉ પણ રાજકોટ જિલ્લામાં કુલ નાની વયના એક યુવતી અને બે યુવાનોના ગત સપ્તાહે હાર્ટ એટેકના કારણે મોત થયું છે. એવામાં આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં હાલ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

રાજકોટના જેતપુરના લોકમેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતુ. મેળામાં યુવતી ચકડોળમાં બેઠી હતી તે જ સમયે યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ યુવતીને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઇ થઇ હતી. જેથી તે પોતાના સાસરીપક્ષમાં આવી હતી. આ દરમિયાન જ તેની સાથે આ દુર્ઘટના ઘટી હતી.

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

આ પણ વાંચો:ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

આ પણ વાંચો:કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર