Jamnagar/ ભુમાફિયા જયેશ પટેલના સાગરીત એવા નિલેશ ટોલીયા & કમ્પનીને જેલ ભેગી કરવા હુકમ

રિમાન્ડ પૂર્ણ થતાં બિલ્ડર નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, ભાજપ કોર્પોરેટર અતુલ ભંડેરી, અનિલ પરમાર, નિવૃત પોલીસકર્મી વશરામ આહીર અને ખાનગી અખબાર સંચાલક પ્રવીણ ચોવટિયાને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Gujarat Others
jamnagar 1 ભુમાફિયા જયેશ પટેલના સાગરીત એવા નિલેશ ટોલીયા & કમ્પનીને જેલ ભેગી કરવા હુકમ

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ_જામનગર 

જામનગર સહીત ગુજરાતભરમાં બહુચર્ચિત બનેલ જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તમામને રાજકોટની સ્પેશીયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.

gujarat / પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું દુઃખદ નિધન…

જ્યાં 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં બિલ્ડર નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, ભાજપ કોર્પોરેટર અતુલ ભંડેરી, અનિલ પરમાર, નિવૃત પોલીસકર્મી વશરામ આહીર અને ખાનગી અખબાર સંચાલક પ્રવીણ ચોવટિયાને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જયારે ગઈકાલે જેલમાં કબજો લેવામાં આવેલ જશપાલસિંહ જાડેજા અને જેને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું તે તેનો ભાઈ યશપાલસિંહ જાડેજાના 12 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.

બેટી બચાવો: શિક્ષણ જગતને લાગ્યું લાંછન, શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે…

આ વખતે જામનગર પોલીસે સ્પેશીયલ કોર્ટમાં અરજી કરીને તમામ આરોપીઓને અલગ – અલગ જેલમાં રાખવા નામદાર કોર્ટ સમક્ષ અરજ કરી છે. આ અરજીમાં પોલીસે ઉલ્લેખ કર્યો છે કે તમામ આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી જેલમાં પણ સંગઠિત ન થાય તે હેતુથી તેમને અલગ અલગ જેલમાં રાખવામાં આવે.

sharad purnima: શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવાનું મહત્વ કેમ છે… જાણો તે…