Not Set/ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, તમામ પરિક્ષાઓ હવે આ રીતે લેવાશે 

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કર્યુ છે. આ પરીક્ષા ઓનલાઈન પધ્ધતિથી MCQ પ્રશ્નો દ્વારા લેવામાં આવશે.

Gujarat Others Trending
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, તમામ પરિક્ષાઓ હવે આ રીતે લેવાશે 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો છે. તેની કળ હજુ સુધી વળી નથી. છેલ્લા દોઢ બે વર્ષથી શાળા કોલેજ બંધ છે. ત્યારે વિધાર્થીઓ ઓન લાઈન શિક્ષણ મેળવી સંતોષ મેળવ્યો છે. પરંતુ હવે  પરીક્ષાને  લઇ ચિંતા સતાવી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કર્યુ છે. આ પરીક્ષા ઓનલાઈન પધ્ધતિથી MCQ પ્રશ્નો દ્વારા લેવામાં આવશે. પરીક્ષા નિયામકે કહ્યું હતુ કે વર્તમાન પરિસ્થિતિને જોતાં વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે તે હિતાવહ છે.

ઓકટોબર-ડિસેમ્બરમાં ૨૦૨૦માં સ્થગીત કરેલી પરીક્ષાઓ લેવામાં આવશે. સાથેજ માર્ચ-જુન, ૨૦૨૧ની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમ–૨ અને ૪ની પરીક્ષાઓ લેવાનું પણ નકકી કર્યુ છે.તમામ પરીક્ષાઓ ઓનલાઈન પધ્ધતિથી લેવામાં આવશે. જો ટેકનીકલ કારણોસર કોઈ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તો અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા લેવાશે.

bharuch aag 28 ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, તમામ પરિક્ષાઓ હવે આ રીતે લેવાશે