અમદાવાદ/ લગ્ન પ્રસંગમાં કલર બૉમ્બ ફાટ્તા ચાર લોકો દાઝ્યા,ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

લોકોએ તકેદારી અને કાળજી રાખીને જ ફટાકડા ફોડવાથી માંડી તમામ તકેદારી રાખવી જોઈએ.

Ahmedabad Gujarat
Untitled 313 5 લગ્ન પ્રસંગમાં કલર બૉમ્બ ફાટ્તા ચાર લોકો દાઝ્યા,ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

રાજયમાં  હાલ લગ્નની મોસમ જોવા મળી રહી છે. તેમાં  પણ ખાસ કરીને   છેલ્લા 2 વર્ષમાં કોરોના મહમારીના  લીધે  આવા  પ્રસંગ પણ થતાં નહતા . લોકો માંડ કોરોના મહામારી  માથી મુકત  થઈને  પ્રસંગ  હળવા મને ઊજવતાં હોય છે  ત્યારે   અમુકવાર આ ઉત્સાહમાં જ તેઓ  ભાન ભૂલી પણ જતાં હોય છે.  ઘણી વાર આવી બેદરકારીના  લીધે મોટી ઘટના પણ બનતી હોય છે.  ત્યારે એવો જ એક કિસ્સો સામે  આવ્યો છે જેમાં  જ્યાં લગ્ન પહેલા  પીઠી અને સંગીતના કાર્યક્રમમાં લોકો આનદ માણી રહ્યા  હતા  ત્યારે જ અચાનક  કોઈએ કલર બૉમ્બ ફોડતાઅચાનક આગ લાગી . જેમાં ચાર લોકોને સામાન્ય ઇજા  થતાં  લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો ;મારી નાખવાની ધમકી / પોલીસમાં અમારા જાસૂસ છે, IPS શ્વેતા પણ કંઈ નહીં કરી શકે, ગૌતમ ગંભીર ફરી મળી ધમકી

મળતી માહિતી  મુજબરિંગ રોડ પર આવેલા શ્રીકુંજ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં એક પરિવારે લગ્ન માટે ત્રણ દિવસ આ જગ્યા ભાડે લીધી હતી. અહી લગ્નની સાથે સાથે હલદી અને સંગીત સહિતના કાર્યક્રમો હતા. ત્યારે બેએક દિવસ પહેલા એક એવી ઘટના બની જેના રંગમાં ભંગ પડ્યો હતો.

આ પણ વાંચો ;IND Vs NZ / વિકેટ લેતાની સાથે જ રવિચંદ્રન અશ્વિન આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે

જયારે  ઘટના અંગે ની જાણ પોલીસને   કરતાં પોલીસે આ અંગે હાજર ઇલેક્ટ્રિક વસ્તુના વેપાર કરતા વેપારીના નિવેદન લઈ જાણવાજોગ નોંધી  તપાસ આગળ હાથ ધરવામાં આવી છે . જે અંતર્ગત  લોકે હવે પ્રસંગમાં  આવી વસ્તુનો ઉપયોગ કરતાં પહેલા ધ્યાન રાખવું જોઈએ . નહિતો  ઘણી વાર મોટી ઘટના સર્જાય છે જેમાં લોકોના મૃત્યુ પણ થઈ શકે છે.