Not Set/ ખેડૂતો માટે પડ્યા પર પાટુ, એરંડાનાં ભાવમાં મણે 350 રૂપિયાનું ગાબડું

જાન્યુઆરીથી અત્યારસુધી સિઝનમાં સરેરાશ 1000 થી 1100 જેટલો દિવેલા નો ભાવ જળવાયો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી દિવેલના ભાવમાં 300 થી 350 રૂપિયાનું ગાબડું પડ્યું છે. હાલમાં દિવેલનો ભાવ ઘટીને મને રૂપિયા 800 થી 850ની આસપાસ જોવા મળે છે. આટલા મોટા ઘટાડાને કારણે ખેડૂતોને મોટું નુકશાન જઇ રહ્યું છે. અને આથી જ ખેડૂતોએ દિવેલા માર્કેટ […]

Top Stories Gujarat Others

જાન્યુઆરીથી અત્યારસુધી સિઝનમાં સરેરાશ 1000 થી 1100 જેટલો દિવેલા નો ભાવ જળવાયો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી દિવેલના ભાવમાં 300 થી 350 રૂપિયાનું ગાબડું પડ્યું છે. હાલમાં દિવેલનો ભાવ ઘટીને મને રૂપિયા 800 થી 850ની આસપાસ જોવા મળે છે. આટલા મોટા ઘટાડાને કારણે ખેડૂતોને મોટું નુકશાન જઇ રહ્યું છે. અને આથી જ ખેડૂતોએ દિવેલા માર્કેટ યાર્ડમાં વેચવાનું હાલ પૂરતું સ્થગિત કર્યુ છે.

ગુજરાતમાં મોટાભાગના દિવેલા વાવટા ખેડૂતોને અત્યારે દિવેલા રાતા પાણીએ રડાવી રહ્યું છે. ખેતપેદાશોના સટ્ટાબજારની માઠી અસર માર્કેટયાર્ડના વેપાર ઉપર વર્તાઇ છે.15 દિવસમાં એરંડામાં પ્રતિ મણે 300 રૂ. નું ગાબડું પડતાં 1100 થી ઘટી 800 થી 850 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. યાર્ડમાં એરંડાના ભાવ આ સિઝનમાં પહેલીવાર ગગડી જતા યાર્ડોમાં એરંડાની માલની એકપણ બોરીની આવક આવતી ન હોઇ વેપારમાં માઠી અસર વર્તાઇ છે.

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં રોજની દિવેલાની રોજ 1000 થી 1500 બોરીની આવક થતી હતી. પરંતુ ત્યારે ભાવ પણ 1100 આસપાસ હતા. પણ છેલ્લા એક અઠવાડિયાથી સતત ભાવમાં ગાબડાં પડવાને કારણે હાલમાં વિવિધ માર્કેટ યાર્ડમાં દિવેલાની આવક બિલકુલ આવક નહિવત થઇ છે. વિવિધ માર્કેટયાર્ડમાં ત્રણ દિવસથી એરંડાની એકપણ બોરીની આવક નોંધાઇ નથી. ખેડૂતો પોક્ષણક્ષમ ભાવની રાહ જોઇ રહ્યા છે પણ હાલમાં ભાવ તળીયે પહોંચતા એરંડાની સિઝન હોવાં છતા યાર્ડ એરંડા વગર રહ્યા છે.

કેટલાક ખેડૂતોનું કહેવું છે કે, NCDX અને મોટા વેપારીઓની મિલીભગતથી એરંડાના ભાવમાં કડાકો કરી કૃત્રિમ મંદી ઉભી કરવામાં આવી છે અને તેના કારણે ફક્ત ચાર દિવસમાં 300 થી 400 રૂપિયા ભાવ ગગડયા છે. ગગડેલા ભાવને કારણે ખેડૂતો માટે પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. અને નીચા ભાવને લઈને ખેડૂતોએ એરંડાનું વેચાણ બંધ કર્યું છે. ખેડૂતોની માંગ છે કે સરકારે એરંડાના ટેકાના ભાવ જાહેર કરીને સત્વરે ખરીદી સેન્ટર શરૂ કરવા જોઇએ.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.