નાગરિકતા સુધારો કાયદો અમલમાં આવ્યા બાદથી દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. મંગળવારે પણ આ કાયદાનાં વિરોધમાં મોટી સંખ્યામાં લોકો દિલ્હીનાં મંડી હાઉસ વિસ્તારમાં પહોંચ્યા હતા અને સરકારને નાગરિકતા સુધારા અધિનિયમ પાછો ખેંચવાની માંગ કરી હતી. બીજી તરફ, ગુજરાતનાં સુરતમાં લોકોએ એક માર્ચ કરી આ કાયદાનું સમર્થન કર્યું હતું. દરમિયાન, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અંગે એક નિવેદન આપ્યું હતું, જેને હવે દિલ્હીનાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને તેનો જવાબ આપ્યો છે.
કંગના રનૌતે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ વિશે કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ બાબતે વિરોધ કરો છો, ત્યારે પહેલી અને મહત્વની વાત એ છે કે તમે હિંસક ન થાઓ. આપણા દેશની આખી વસ્તીનાં માત્ર 3-4 ટકા લોકો જ કર ચૂકવે છે અને બાકીનાં લોકો ખરેખરમાં તેમના પર નિર્ભર છે. તો પછી, દેશમાં તમને બસો અને ટ્રેનોને બાળી નાખવા અને હંગામો ઉભો કરવાનો અધિકાર કોણ આપે છે. કંગનાનાં આ જ નિવેદન અંગે આપ નાં નેતા મનીષ સિસોદિયાએ વળતો જવાબ આપ્યો છે.
हिंसा और पब्लिक प्रोपर्टी को नुक़सान पहुँचाना तो हर हाल में ग़लत है, यह इंसानियत और क़ानून दोनो के ख़िलाफ़ है. ..
पर यह देश सिर्फ़ 3% लोगों के टैक्स पर dependent नहीं है. एक सामान्य नौकरीपेशा, यहाँ तक कि एक दिहाड़ी मज़दूर से लेकर अरबपति तक, देश में हर आदमी टैक्स देता है. 1/3 https://t.co/nCHv3tnX4e— Manish Sisodia (@msisodia) December 24, 2019
મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું, “હિંસા અને જાહેર સંપત્તિને નુકસાન એ દરેક રીતે ખોટું છે, તે માનવતા અને કાયદો બંનેની વિરુદ્ધ છે… પરંતુ આ દેશ ફક્ત 3% લોકોનાં ટેક્સ પર નિર્ભર નથી.” દેશમાં પ્રત્યેક વ્યક્તિ સામાન્ય કામદારથી લઈને દૈનિક વેતન મજૂરથી લઈને અબજોપતિ દરેક કર ચૂકવે છે. દૈનિક વેતન મજૂર પણ જ્યારે બજારમાંથી મેચ બોક્સ અથવા મીઠાનું પેકેટ લાવે ત્યારે કર સહિતની કિંમત ચૂકવીને આવે છે. કેટલાક અબજોપતિઓ પાસેથી આવકવેરો એકમાત્ર કર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
