Vadodara News/ વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો, પાંચેય દોષિતોને આજીવન કેદની સજા

Bhayli Gangrape Life Imprisonment: વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં વિશેષ POCSO કોર્ટે પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. 4 ઓક્ટોબર 2024ના બીજા નોરતાની રાત્રે બનેલા કેસમાં 20 ઓગસ્ટે પાંચેયને દોષિત ઠેરવાયા હતા.

Gujarat Top Stories Vadodara Breaking News
Bhayli Gangrape Life Imprisonment: ભાયલી ગેંગરેપ કેસના પાંચેય આરોપીઓને આજીવન કેદ

Vadodara News: વડોદરના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. વડોદરાની વિશેષ પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને આજીવન કેદની (Bhayli Gangrape Life Imprisonment) સજા ફટકારી છે. 20 ઓગસ્ટ, 2026ના રોજ કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, ત્યારબાદ સજાના મુદ્દે થયેલી દલીલો બાદ આજે અદાલતે પાંચેયને આજીવન કેદની સજા (POCSO Court Verdict) સંભળાવી છે. આ કેસ વર્ષ 2024માં નવરાત્રિના બીજા નોરતાની રાત્રે બનેલી ગંભીર ઘટનાને લઈને ચર્ચામાં આવ્યો હતો. ગરબા રમવા માટે મિત્ર સાથે બહાર ગયેલી સગીરા સાથે ભાયલીના એકાંત વિસ્તારમાં પાંચ શખસોએ ગંભીર ગુનો આચર્યો હતો.

બીજા નોરતાની રાત્રે બની હતી ઘટના

4 ઓક્ટોબર, 2024ની રાત્રે વડોદરામાં રહેતી 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા માટે બહાર ગઈ હતી. બંને ભાયલી વિસ્તારમાં આવેલા (Vadodara Bhayli Gangrape) એક નિર્જન સ્થળે બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર પાંચ શખસો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવીને તેમની પાસેથી વાહનની ચાવી લઈ લીધી હતી. ત્યારબાદ પરિવારને બોલાવી દેવાની ધમકી આપી બંનેને ડરાવવામાં આવ્યા હતા.

ત્રણ આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

ઘટનાક્રમ દરમિયાન સગીરાએ મદદ માટે બૂમો પાડતા બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, બાકીના ત્રણ આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા હતા. સગીરાના મિત્રએ વિરોધ કરવાનો પ્રયાસ કરતાં તેને રોકી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણ આરોપીઓએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરા અને તેનો મિત્ર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી.

Bhayli Gangrape Life Imprisonment: 48 કલાકમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

પોલીસે મળેલી ટેકનિકલ માહિતીના આધારે મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા અને શાહરૂખ બનજારાને ઝડપી લીધા હતા. ત્યારબાદ સૈફઅલી બનજારા અને અજમલ સત્તારની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં પાંચેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વર્ષોથી વડોદરામાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. તેઓ તાંદલજા વિસ્તારમાં રહીને મજૂરી તથા POP-કલરનું કામ કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.

Bhayli Gangrape Life Imprisonment: ભાયલી ગેંગરેપ કેસના પાંચેય આરોપીઓને આજીવન કેદ
પાંચેય દોષિતોને જીવનના અંત સુધી કેદ

પોલીસ ટીમ મુન્નાના ઘરે પહોંચી ત્યારે તેની માતાએ તે બહારગામ ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસ પાસે રહેલી ટેકનિકલ માહિતી પ્રમાણે તેનું મોબાઈલ લોકેશન આસપાસ જ મળી રહ્યું હતું. વધુ તપાસ કરતાં પોલીસને મુન્ના તેના ઘરથી નજીકના ત્રીજા ઘરમાં સૂતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રાત્રે આશરે એક વાગ્યે તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ અન્ય આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી અને મળસ્કે ચાર વાગ્યા સુધીમાં સમગ્ર ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો: ભાયલી ગેંગરેપ કેસમાં આજે સજાનો દિવસ, 5 દોષિતોને ફાંસી કે અંતિમ શ્વાસ સુધી કેદ?

આ પણ વાંચો: કઠવાડા GIDCમાં ચોરોનો અજબ કારનામો! શટર તોડી ફેક્ટરીમાં ઘૂસ્યા, રોકડ ભરેલી તિજોરી જ લઈને ફરાર

આ પણ વાંચો: પોર GIDCમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 139 પેટી વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા