Not Set/ “The Leaders” મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં “ધ બેસ્ટ” ઉદ્યોગ સાહસીકોનું સન્માન

એવું કહેવાય છે ને કે, “The Ladder of Sucess is never crowded at Top” સફળતાની સીડીનાં સર્વોચ્ચ સ્થાન પર કદી ધસારો નથી હોતો. કારણ કે સફળતા એ બહારથી દેખાય છે, “શાંત સરોવરમાં સ્થિર તરી રહેલા સોહામણા હંસ સમાન” પરંતુ એ તો હંસ જ જાણે છે કે આ સ્થિત પ્રજ્ઞતા પર પહોંચવામાં અને પહોંચ્યા પછી તે […]

Top Stories Ahmedabad Gujarat
IMG 1333 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

એવું કહેવાય છે ને કે, “The Ladder of Sucess is never crowded at Top” સફળતાની સીડીનાં સર્વોચ્ચ સ્થાન પર કદી ધસારો નથી હોતો. કારણ કે સફળતા એ બહારથી દેખાય છે, “શાંત સરોવરમાં સ્થિર તરી રહેલા સોહામણા હંસ સમાન” પરંતુ એ તો હંસ જ જાણે છે કે આ સ્થિત પ્રજ્ઞતા પર પહોંચવામાં અને પહોંચ્યા પછી તે જાળવી રાખવા કેટલું રેસ્ટલેસ પેડલીંગ કરવું પડતું હોય છે. અને કોઇ પણ ક્ષેત્રમાં જીત માટે, જીતવાની તૈયારી કરવી પણ એટલે જ જરૂરી છે. “The will to win is worthless if you do not have the will to prepare”. અને આજે મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય મિડીયા હાઉસ, ઉદ્યોગ જગતની આવી જ નિવળેલી, જેને કહેવાયને tested ok, બસ બિલકુલ તેવી જ સિધ્ધહસ્ત હસ્તીઓનું બહુમાન કરવા જઇ રહ્યું છે.

IMG 1326 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

“The Leaders”, આ એવી હસ્તીઓ છે કે, જે જાણે છે કે “In a War, there no second prize for the runners-up”. જેમ, યુદ્ધમાં પ્રથમ સ્થાન જ મહત્વનું છે, બીજા નંબરને એટલે કે રનર્સ-અપને હારેલા કહેવાય છે. અને આપણે પણ વારંવાર કહેતા હોઇ એ જ છીએ ને કે દુનિયા પ્રથમ નંબરને જ યાદ રાખે છે, બીજા નંબરનું કોઇ ખાસ એટલું મહત્વ નથી. પેલું વારંવાર સાંભળવા મળે છે ને કે, ચંદ્ર પર પહેલો પગ નિલ આર્મસ્ટ્રોંગે રાખ્યો હતો તે બધા જાણે જ છે પણ, કહો તો, બીજો કોણે રાખ્યો તો?….

IMG 1344 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

આજે આપણી સાથે પણ ઔદ્યોગીક જગતના, પોત પોતાનાં ક્ષેત્રનાં નિલ આર્મસ્ટ્રોંગ ઉપસ્થિત છે જેમણે પોતાનાં ક્ષેત્રનાં ચાંદને સર કર્યો છે. તો આવો જોઇએ કોણ છે આ વિરલાઓ જેને મંતવ્ય ન્યૂઝ સન્માનીત કરી રહ્યું છે,  Best Bussiness man of the year નાં Award “The Leader” ની સાથે………

જતીન શાહ અને રોહિત શાહ

Jatin Shah and Rohit Shah "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

પરિશ્રમ એ જ પારસમણિને સાર્થક કરતી બંધુ બેલડી જતીન શાહ અને રોહિત શાહ એ મશીન ટુલ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ભવ્ય મશીન ટુલ્સના નામ સાથે કંપની આગળ ધપી રહી છે. અત્યાધુનિક મશીનરીક્ષેત્રે અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી કંપનીએ માત્ર રાષ્ટ્ર સ્તરીય નહીં પરંતુ વૈશ્વિકક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. સ્થાનિક , રાષ્ટ્રીય અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક્રોશ ધ ગ્લોબ નામ સાથે કંપનીની બ્રાન્ડ જાણીતી બની છે. અને ભવ્ય મશીન કંપનીએ ભવ્ય સફળતા મેળવી છે. આ હેતુ મશીન ટુલ મેન્યુફેક્ચર , એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ક્ષેત્રે જતીન શાહ અને રોહિત શાહની ભવ્ય કંપનીને એવોર્ડ એનાયત થાય છે.

મનોજકુમાર હરિદાસ કોટક

Manojkumar Kotak "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

મૂળ કચ્છીમાડુ. કચ્છના માંડવીના વતની મનોજકુમાર હરિદાસ કોટક એ શિપીંગ ઉદ્યોગમાં સફળતા હાંસલ કરી છે.  સાંઇ શિપીંગ કંપની નામાભિધાન સાથે પ્રાઇવેટ કંપનીનું નેતૃત્વ કરતાં મનોજભાઇ કોટકની કંપનીમાં 150 કર્મચારીઓ ફરજ બજાવે છે. મનોજભાઇની સફળતામાં પરિવારમાં પત્ની રૂપાબેન , પુત્ર પરાગ અને અજય ઉપરાંત વડીલ બંધુ શરદભાઇનો સહયોગ સતત મળતો રહ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ મનોજભાઇનું યોગદાન રહ્યું છે.  એક છતાં અનેક પ્રવૃત્તિમાં રત. એવા મનોજભાઇની સેવાને બિરદાવીએ છીએ….

હિતેશકુમાર શાહ

Hiteshkumar Shah 1 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

ભાવનગર જિલ્લાના ટણા ગામના વતની હિતેશકુમારની સાથે તેમના પરિવારની કથા પણ અનોખી છે. સંયુક્ત પરિવારમાં એક સાથે 45 સભ્યોનો પરિવાર આજે પણ એક છત નીચે રહે છે..તે હિતેશકુમારની સફળતા છે. પ્રારંભમાં કરિયાણાનો ધંધો અને ત્યારબાદ ઔદ્યોગિકક્ષેત્રે શિંપીંગ યાર્ડમાં પ્લોટ ખરીદી લોખંડ ઉદ્યોગમાં ઝૂકાવ્યું. કચ્છમાં મોનો સ્ટીલ અને જયભારત સ્ટીલ કંપનીની શરૂઆત કરી. 2001ના કચ્છના પૂરપ્રકોપ પછી હિતેશકુમારના પરિવારની સિદ્ધિ વધતી ગઇ. કંપનીને આગળ ધપાવવામાં 800 કર્મચારીઓ સહયોગ આપી રહ્યાં છે. ગાંધીધામમાં એકસાથે એક જ પરિવારના 45 સભ્યો સાથે આનંદથી કંપનીને આગળ ધપાવી રહ્યાં છે..ત્યારે જનસેવા જેમના  હ્રદયમાં વસેલી છે..એવા મોનોસ્ટીલના ડાયરેક્ટર હિતેશકુમાર શાહની સેવાને બિરદાવીએ…

પ્રદિપ ગજ્જર

Pradip Gajjar 1 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

રાજકોટના વતની પ્રદિપ ગજ્જર ઓઇલ એન્જીનીયરીંગ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. સેન્ટ્રલ એન્જીનીયરીંગ એક્સપોર્ટસ નામે પ્રદિપ ગજ્જર કંપની શરૂ કરી..અને આજે એન્જીનીયરીંગ સાથે થર્મલ અને હાઇડ્રો પાવર સ્ટેશન , હાર્ડ વોટર પ્લાન્ટ અને પાવરપ્લાન્ટ ક્ષેત્રે પ્રદિપ ગજ્જરે સફળતાના શિખર સર કર્યા છે.

ફારૂક પટેલ

Faruq Patel "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

વર્તમાન સમયને અનુરૂપ સોલાર ઉર્જા ક્ષેત્રે સફળતા હાંસલ કરવામાં સુરત સ્થિત કે.પી.ગૃપ અગ્રેસર છે. અને તેથી જ ધી લીડર્સ એવોર્ડ કે.પી.ગૃપને એનાયત થાય છે. કંપનીના એમ.ડી. ફારૂક પટેલના નેતૃત્વમાં કંપનીએ સોલાર અને પવન ઉર્જા ક્ષેત્રે વાઇબ્રન્ટ ગુજરાત-2013 માં સરકાર સાથે સમજૂતી કરાર કરીને આજે ભરૂચના સુડીમાં 60 મોગાવોટનો સોલાર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. તત્કાલીન સમયમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલના હસ્તે જ તેમનું સન્માન પણ થયું હતું..આજે તેમના જ હસ્તે મંતવ્યન્યૂઝ દ્વારા  ધી લીડર્સ એવોર્ડ પણ ફારૂક પટેલને એનાયત થઇ રહ્યો છે…

ઇન્દ્રવદનભાઇ પટેલ

Indravadanbhai Patel "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

સેવક ઇન્દ્રવદનમાંથી આજે સંચાલક ઇન્દ્રવદનભાઇ બની ગયા છે. ઇન્દ્રવદનભાઇ પટેલ તેમની 10 વર્ષની વયે શ્રી પરમેશ્વર ગૃપ ઓફ કંપનીઝમાં સેવક તરીકે જોડાયા હતા. અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં તેમનો સખત પરિશ્રમ, વર્ષોનો અનુભવ અને કુશળ નિર્ણયશક્તિના કારણે આ જ પરમેશ્વર ગૃપમાં જ તેઓને આગળ વધવાની તક પ્રાપ્ત થઇ અને આજની યુવા પેઢી માટે પણ પ્રેરક બની રહ્યાં છે. ઇન્દ્રવદન પટેલે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં કાઠું કાઢી ગુજરાતના સ્ટીલ માકેટમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સાદાઇ અને પ્રામાણિક્તા એ ઇન્દ્રવદનભાઇ પટેલનો જીવનમંત્ર રહ્યાં છે. તેમને બિરદાવીએ…

નાગેન્દ્ર ઝા

Nagendra Jha "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

ફ્રેન્ડ, ગાઇડ અને ફિલોશોફરને સાર્થક કરે છે. નાગેન્દ્ર ઝા. જેઓએ આ જ થીમ સાથે ઇનોવેટીવ એન્જીકોન સોલ્યુશન્સ પ્રા.લિ.ની સ્થાપના કરી છે. ડાયરેક્ટર નાગેન્દ્રના માર્ગદર્શન હેઠળ બાંધકામ ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. વિચારો અને ઝડપથી અમલ કરો. આઇડિયા આવવો એ કોઇની મોનોપોલી નથી..ધીરૂભાઇ અંબાણીના આ વિચારને નાગેન્દ્ર ઝાએ મૂર્તિમંત કરવા પ્રયાસ કરીને બાંધકામ ઉદ્યોગને આગળ ધપાવવા નાગેન્દ્ર ઝા વ્યસ્ત રહે છે. તેમની સેવાને બિરદાવીએ…

ગૌતમભાઇ પટેલ

Gautambhai Patel "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

પાટણજિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખાલીગામના ગૌતમભાઇ પટેલ એ ખેતી અને ખાતરના ઉત્પાદનના હેતુ સાથે સન એગ્રો ફર્ટિલાઇઝરની સ્થાપના કરી. ગુણવત્તાસભર ખાતરનો એક માત્ર વિકલ્પ એટલે સન એગ્રો. ચોક્કસ કહી શકાય. આગામી સમયમાં તેઓની આ સિદ્ધિ રાષ્ટ્રીય થી હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ લઇ જવાની કવાયત એગ્રોઇન્ડ્સ્ટ્રીમાં ખ્યાતિ પ્રાપ્ત રહેલાં ગૌતમભાઇ પટેલે હાથ ધરી છે. ગૌતમભાઇ પટેલની સિદ્ધિનું સન્માન કરીએ…

યોગેશ કુમાર

Yogesh Kumar "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

પંપ ઉત્પાદનમાં મોખરે રહેલાં યોગેશ કુમારના નેતૃત્વની કંપની LYNN PUMPS વર્ષ-2008 થી કાર્યરત છે. ગુજરાતની સાથે બિહાર અને કોલકત્તામાં પણ કંપની નેટવર્ક ધરાવે છે. કંપનીએ સબમર્શીબલ પંપ અને રેડિયલ સબમર્શીબલ પંપ ઉત્પાદનમાં સિદ્ધિ હાંસલ કરી છે. ટેકનીકલ સેલ્સ અને માર્કેટીંગના અનુભવી યોગેશ કુમારના માર્ગદર્શન હેઠળ પંપની કંપની આગળ વધી રહી છે. જેઓ મિકેનીકલમાં બી.ટેક અને એમ.બી.એ. પણ થયા છે. ત્યારે મંતવ્યન્યૂઝ યોગેશ કુમારનું સન્માન કરે છે…

પ્રિતેશ શાહ અને અનુપમા શાહ

Pritesh Shah and Anupama Shah "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

ઇનોવેશન અને પર્યાવરણ ક્ષેત્રે પ્રિતેશ શાહ અને અનુપમા શાહની કંપની પ્રિમા ઇક્વીપમેન્ટનું યોગદાન વિશેષ રહેલું છે. ડિઝાઇન સર્ટિફીકેશન ફોર ડિઝાઇન , મેન્યુફેક્ચરીંગ , ટ્રેડીંગ અને ઇન્ડેન્ટીંગ ઓફ એનાલીટીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્, એન્વાયર્નમેન્ટ મોનીટરીગના પગલે કંપનીને આઇએસઓ – 9001 પણ એનાયત થયું છે. 60 જેટલાં અનુભવી પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં પણ પ્રિતેશ શાહ અને અનુપમા શાહનું યોગદાન પણ રહેલું છે..ત્યારે તેમની સેવાનું સન્માન કરીએ છીએ. પ્રિમા કંપનીને ઇનોવેશન અને પર્યાવરણ એવોર્ડ એનાયત થાય છે…

 VITAL પટેલ

Vital Patel1 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

પર્યાવરણ જાળવણી અને સામાજિક જવાબદારીમાં મોખરે રહી છે..વિહિતા કેમિકલ્સ પ્રા.લિ. વૃક્ષારોપણ , વૃક્ષ જાળવણી અને રોપાના વિતરણ કરવાની સામાજિક જવાબદારી નિભાવવામાં વિહિતા કેમિકલ્સ મોખરે રહી છે. કંપનીના ડાયરેક્ટર (VITAL) પટેલ આ માટે વિશેષ રૂચિ દાખવી રહ્યાં છે. કંપની સ્ટાફ સોસાયટીની મુલાકાત લઇને આ સામાજિક જવાબદારી અદા કરે છે. સમાજસેવા જ કંપનીનો આદર્શ રહ્યો છે..ત્યારે તેમની સેવાનું સન્માન કરીએ…

સચીન શાહ

Sachin Shah1 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

સોલાર ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનારા સચીન શાહના નેતૃત્વની સ્ટાર એનર્જી સિસ્ટમ સોલાર પાવર પ્લાન્ટ અમલી બનાવવામાં અગ્રેસર રહી છે. સોલાર પ્રોજેક્ટના અમલીકરણ માટે ભારત અને ભારત બહારના દેશમાં પણ કંપનીએ પ્રચાર-પ્રસાર કર્યા છે. વિવિધ સેક્ટર – સરકારી- બિનસરકારી સંસ્થા – કેન્દ્રીય મંત્રાલય – બેંકીંગ અને ઔદ્યોગિક ક્ષેત્રે સોલાર પ્લાન્ટને અમલ બનાવવા સચીન શાહે ભારે જહેમત ઉઠાવી છે. આ જ હેતુ ભારત અને ભારત બહારનો વ્યાપક પ્રવાસ પણ તેઓએ કરીને સોલાર ઉર્જા પ્રોજેક્ટનો પ્રચાર-પ્રસાર કરી તેનો અમલ કરાવ્યો છે. ત્યારે સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન હેતુ સચીન શાહનું સન્માન કરીએ. સ્ટાર એનર્જીનો એવોર્ડ સચીન શાહને એનાયત કરીએ….

કાંતિભાઇ ભૂવા

Kantibhai Bhuvaa "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

રાસાયણિક દવાના ઉપયોગથી પશુ પર થતી વિપરીત અસર પર્યાવરણ , પશુ અને મનુષ્ય પર થાય છે. તેના વિકલ્પરૂપે એનીગાર્ડ-100નું સંશોધન કાંતિભાઇ ભૂવાના નેતૃત્વની કંપની ઇકોનેટ ઇન્ડસ્ટ્રીએ કર્યું છે. દૂધાળા પશુઓને માનસિક અને શારીરિક રીતે તનાવમુક્ત રાખી દૂધ ઉત્પાદન અને તંદુરસ્તીમાં સુધારો કરવાનો કંપનીનો હેતુ છે. કાંતિભાઇ ભૂવાની ઇકોનેટ ઇન્ડસ્ટ્રીએ દેશના ખેડૂતોને રાહત આપે એવી 100 ટકા ઓર્ગેનીક દવાનું સંશોધન કરીને દેશની પ્રથમ એવી ઓર્ગેનીક દવાનું સંશોધન કર્યું છે..ત્યારે કાંતિભાઇ ભૂવાનું સન્માન કરીએ…કંપનીના આ પ્રકારે સંશોધનથી પશુપાલન અને ડેરીસેક્ટરને પણ પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. ગરીબની આમદાનીમાં પણ કંપનીનું યોગદાન મહત્વપૂર્ણ છે.

સૌરીન ભંડેરી

Saurin Bhanderii "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

ગુજરાતના કૃષિ પેદાશને પ્રોત્સાહન આપવા સૌરીન ભંડેરીના નેતૃત્વમાં મારૂતિકૃપા એગ્રી પ્રોડ્યુસર કંપની સફળ રહી છે. ખેડૂતોને નાના ધિરાણ કરી કંપનીએ મોટા પરિણામ મેળવ્યાં છે. પરિણામે ખેડૂતો પણ ખુશ રહ્યાં છે. કંપનીની કામગીરીથી અનેક ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવામાં આવ્યા છે. એગ્રી પ્રોડ્યુશર કંપનીએ ગુજરાતમાં સારી ખ્યાતિ મેળવી છે. ત્યારે મારૂતિકૃપા એગ્રી પ્રોડ્યુસર કંપનીના સૌરીન ભંડેરીનું સન્માન કરીએ…

મલ્કેશ પટેલ

Malkesh Patel "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

હીટીંગ વેન્ટીલેશન એન્ડ એરકન્ડીશનરી માટેનો એવોર્ડ મલ્કેશ પટેલના નેતૃત્વની કંપની સુવિધા એર સોલ્યુશન્સ પ્રા.લિ.ને એનાયત થાય છે. પાવરપ્લાન્ટ સિસ્ટમ હેતુ અગાઉની નોકરી ત્યજીને કંપની શરૂ કરી અને તેમાં સફળતા પ્રાપ્ત થઇ. પોતાના જ પરિવારના કાકા સાથે રહી હેલ્પર તરીકે નોકરીમાં રહીને તેઓ જાત મહેનતે આગળ વધ્યા અને ધીરે-ધીરે પરિશ્રમ કરીને આગળ વધી પોતાની કંપની શરૂ કરી આજે સફળતાના શિખર સર કર્યા છે..તેને મંતવ્યન્યૂઝ સન્માનિત કરે છે…

ધરમશીભાઇ પટેલ

Dharamsinhbhai Patel "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

ધરમશીભાઇ પટેલના નેતૃત્વમાં સિલ્વર ગૃપની રચના વર્ષ-1981માં થઇ…અત્યાધુનિક સુવિધા અને ડિઝાઇનીંગ સાથેના પંપ માટે માત્ર રાજ્ય કે રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીયસ્તરે પણ સિલ્વર ગૃપે ખ્યાતિ મેળવી છે. એકહજાર કરતાં વધુ કર્મચારીઓ ગૃપમાં ફરજ બજાવી રહ્યાં છે..અને ધરમશીભાઇના નેતૃત્વમાં ગૃપ આગેકૂચ કરી રહી છે..ત્યારે ધરમશીભાઇ પટેલના યોગદાનને બિરદાવીએ….

ચેતન કોન્ટ્રાક્ટર

Chetan Contractor "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

ફેરી સર્વિસમાં મહત્વનું યોગદાન આપી રહેલાં ચેતન કોન્ટ્રાક્ટરના નેતૃત્વમાં ડેટોક્ષ ગૃપ ઓફ કંપનીઝની રચના થઇ. સુરતમાં ધમધમી રહેલાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઉપયોગી એરપોલ્યુશન કંટ્રોલ ડિવાઇઝમાં ડેટોક્ષ ગૃપ ઓફ કંપનીઝનું યોગદાન રહેલું છે. કર્ણાટક યુનિવર્સિટીમાં મિકેનીકલ એન્જીનીયર થયેલાં ચેતન કોન્ટ્રાક્ટર કંપનીને આગળ ધપાવી રહ્યાં છે. એન્જીનીયર , વૈજ્ઞાનિક અને વહીવટી નિષ્ણાતની સેવા લઇને ચેતન કોન્ટ્રાક્ટર કંપનીમાં પ્રગતિના શિખર સર કરી રહ્યાં છે. ત્યારે મંતવ્યન્યૂઝ ચેતન કોન્ટ્રાક્ટરનું સન્માન કરે છે…

જયંતીભાઇ પટેલ

Jyantibhai Patel 1 "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

કેમિકલ ફર્ટિલાઇઝર અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે જયંતીભાઇ પટેલના નેતૃત્વની ભરૂચ સ્થિત મેઘમણિ ઓર્ગેનિક લિ. એ પણ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ – 1978માં શરૂ થયેલી મેઘમણિ ઓર્ગેનિક લિ.કંપનીએ રાજ્યના વિવિધ 22 સ્થાન પર પોતાની શાખા શરૂ કરી છે. માત્ર ભારત જ નહીં વિશ્વના અન્ય દેશમાં પણ મેઘમણિએ સિદ્ધિના સોપાન સર કર્યા છે..ત્યારે જયંતીભાઇ પટેલની પ્રગતિને મંતવ્યન્યૂઝ બિરદાવે છે…સન્માન કરે છે….

મુકેશ ઓઝા

Malkesh Ojha "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

કંપની સાથે સામાજિક જવાબદારી અદા કરવામાં અમદાવાદની બેલ્ટ એન્ડ બેરીંગ કંપની મોખરે રહી છે. કંપનીના સંચાલક મુકેશ ઓઝાએ આ દિશામાં કવાયત હાથ ધરી છે. બેલ્ટ અને બેરીંગ સાથે કંપનીએ સામાજિકજવાબદારી રૂપે મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટની રચના પણ કરી છે. હાર્ડવેરના સ્થાને સ્માર્ટ વર્ક દ્વારા ડિજીટલ પ્રમોશન , ઓન-લાઇન બિઝ્નેસ. બી ટુ બી , બી ટુ સીને મહત્વ આપીને વિશ્વકક્ષાએ કંપનીએ સિદ્ધિ હાંસલ કરી છે…ત્યારે મુકેશ ઓઝાનું મેન્યુ. અને એક્સપોર્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને બેરીંગ કંપનીનું સન્માન કરીએ….

બકુલ પંડ્યા

Bakul Pandya "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

લેબલ પ્રિન્ટીંગમાં મોખરાનું સ્થાન ધરાવતી કંપનીમાં એન.પી.પટેલ અગ્રેસર છે. કંપનીના સંચાલક બકુલ પંડ્યા દ્વારા એન.પી.પટેલનું સન્માન થઇ રહ્યું છે.  જાત મહેનત જીંદાબાદને ચરિતાર્થ કરનારા બકુલ પંડ્યા ઉદ્યોગપતિ પછી ,  પરંતુ પહેલાં પત્રકાર છે. કંપનીની યશગાથા માત્ર ભારત જ નહીં , અમેરિકા , યુરોપ અને દૂબઇ સહિતના રાષ્ટ્રમાં પણ ફેલાયેલી છે. ત્યારે બકુલ પંડ્યાની કંપની એન.પી. લેબલનું સન્માન કરીએ…

યતીન ગુપ્તે

Yatin Gupte "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

પર્યાવરણના સંદેશ સાથે ફ્રેન્ડલી વાતાવરણ કેળવાય તે હેતુથી વર્લ્ડ વિઝાર્ડ ઇનોવેટિવ કંપનીની રચના કરવામાં આવી છે.  યતીન ગુપ્તે આ કંપનીનું હ્રદય છે. કાર એરપ્યુરિફાયર , રૂમ એર પ્યુરિફાયર્સ , એલઇડી ટેલીવીઝન અને હાઇડ્રોજન બોટલ્સમાં કંપનીનું યોગદાન રહેલું છે. વિવિધ ક્ષેત્રે યતીન ગુપ્તેએ આપેલાં યોગદાનને અગાઉ પણ સન્માનિત કરવામાં આવ્યા છે. કંપનીની વધુ ને વધુ સફળતા જોઇને મંતવ્યન્યૂઝ પણ યતીન ગુપ્તેની કંપનીને સન્માનિત કરે છે….Industry_Award_Arun

સૌરીનભાઇ ભંડારી

Saurin Bhandari "The Leaders" મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું ગુજરાતનાં "ધ બેસ્ટ" ઉદ્યોગ સાહસીકોનું સન્માન

જીવનનાં કોઇને કોઇ ક્ષેત્રમાં પ્રત્યેકને એક પ્રેરણાની જરૂર પડતી હોય છે, મોટીવેશનની જરૂર પડતી હોય છે તેવા જ એક મોટીવેશન સ્પીકર સૌરીન ભંડારી આજે જાણીતુ નામ બની ચુક્યા છે. અનેક એવોર્ડથી તેઓ સન્માનિત થઇ ચુક્યા છે. ત્યારે સૌરીન ભંડેરીનું સન્માન કરીએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.