Not Set/ live: ભાજપે ઉમેદવારને હટાવ્યા, કોંગ્રેસના રમેશકુમાર બન્યા સ્પીકર

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારે બહુમતી પરીક્ષણ પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને મોટી રાહત મળી છે. વિધાનસભા સ્પીકર પદ માટે ભાજપના ઉમેદવારનું નામ હટાવી લીધું છે એમના બદલે કોંગ્રેસના રમેશ કુમારને વિધાનસભામાં સ્પીકર બનાવામાં આવ્યા છે. બીજેપી ઉમેદવાર ઉતરવાથી ફ્લોર ટેસ્ટ સ્પીકર ચુંટણીમાં ખેંચતાણ જોવાઈ મળી રહી છે. પરંતુ બીજેપીએ પોતાના ઉમેદવારને હટાવી લીધા પછી કોંગ્રેસનો રસ્તો સાફ થઇ […]

Top Stories
live: ભાજપે ઉમેદવારને હટાવ્યા, કોંગ્રેસના રમેશકુમાર બન્યા સ્પીકર

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારે બહુમતી પરીક્ષણ પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને મોટી રાહત મળી છે. વિધાનસભા સ્પીકર પદ માટે ભાજપના ઉમેદવારનું નામ હટાવી લીધું છે એમના બદલે કોંગ્રેસના રમેશ કુમારને વિધાનસભામાં સ્પીકર બનાવામાં આવ્યા છે.

બીજેપી ઉમેદવાર ઉતરવાથી ફ્લોર ટેસ્ટ સ્પીકર ચુંટણીમાં ખેંચતાણ જોવાઈ મળી રહી છે. પરંતુ બીજેપીએ પોતાના ઉમેદવારને હટાવી લીધા પછી કોંગ્રેસનો રસ્તો સાફ થઇ ગયો છે.

જેડીએસ-કોંગ્રેસ બસપા ગઠબંધનના નેતા કુમારસ્વામીએ બુધવારના રોજ વિપક્ષના બધા મોટા નેતાઓ સામે મુખ્યમંત્રીની શપથ લીધી હતી

આ પહેલા વિધાનસભા ભવનમાં કોંગ્રેસ વિધાયક દળોની બેઠક થઈ. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારે બહુમત પરીક્ષણ માટે રણનીતિ બનાવી.

આ પહેલા 104 સીટો વાળી સૌથી મોટી પાર્ટી રૂપમાં આમંત્રિત કરવા પછી ભાજપના બીએસ યેદિયુરપ્પાએ સીએમ પદની શપથ લીધી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના શક્તિ પરીક્ષણના આદેશ પછી વિધાનસભામાં વિશ્વાસમત મેળવ્યા પહેલા જ રાજીનામું આપી દીધું.

સ્પીકરની ચુંટણી પછી ફ્લોર ટેસ્ટ.

કુમારસ્વામીની એક સીટ અને એક સ્પીકરની બેઠક ઘટતા સંખ્યા: 220, બહુમતી માટે જરૂરી: 111, કોંગ્રેસ 78-1 સ્પીકર+ જેડીએસ 38-1 કુમારસ્વામી=114, ભાજપ=104.

બીએસ યેદિયુરપ્પા અને બીજા નેતાઓના કહેવાથી નોમિનેશન ફાઈલ કર્યું છે તેવું સુરેશ કુમારે કહ્યું હતું. સંખ્યાબળ અને અન્ય બીજા ઉમેદવારોને જોતા પાર્ટીને વિશ્વાસ છે કી તેઓ ચુંટણી જીતી જશે. સુરેશ કુમારે કહ્યું આ વિશ્વાસને ધ્યાનમાં રાખીને તેમણે નોમિનેશન ભર્યું છે.

વિશ્વાસ મત હાસિલ કર્યાના એક દિવસ પહેલા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં હાલ કુમારસ્વામીના પુરા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવા પર કોઈ ચર્ચા નહી થઇ.