Not Set/ હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં પોલીસે કરી 2 અમરિકનની ધરપકડ

હૈતીનાં કેરેબિયન રાષ્ટ્રનાં રાષ્ટ્રપતિ, જોવેનલ મોઇસેની, 7 જુલાઈનાં રોજ તેમના ઘરે ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ હૈતી પોલીસે 28 લોકોની ધરપકડ કરી છે

Top Stories World
11 211 હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં પોલીસે કરી 2 અમરિકનની ધરપકડ

હૈતીનાં કેરેબિયન રાષ્ટ્રનાં રાષ્ટ્રપતિ, જોવેનલ મોઇસેની, 7 જુલાઈનાં રોજ તેમના ઘરે ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ હૈતી પોલીસે 28 લોકોની ધરપકડ કરી છે, જેમાં 26 લોકો કોલમ્બિયાનાં છે, જ્યારે 2 અમેરિકન છે. ચૂંટણી મંત્રી મૈથિયાસ પીરે કહ્યું કે, અમે જેમ્સ સોલોગ્સ નામનાં વ્યક્તિની ધરપકડ કરી છે, જે અમેરિકાનો નાગરિક છે. હૈતીનાં કાર્યકારી વડા પ્રધાન ક્લાઉડે જોસેફે કહ્યું કે, છ કોલમ્બિયન અને બે હૈતીયન અમેરિકન લોકો આ હત્યાકાંડમાં સામેલ હતા.

11 213 હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં પોલીસે કરી 2 અમરિકનની ધરપકડ

આંધ્રપ્રદેશ / CM જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલાએ સક્રિય રાજકારણમાં પગ મૂક્યો, તેલંગાણામાં નવી પાર્ટીની રચના કરી

જોસેફે કહ્યું કે મોટાભાગનાં હુમલાખોરોની વહીવટીતંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ અમને મદદ કરતા રહે, જો તમે કંઈપણ જોયું હોય તો કંઇક કહો. હૈતીનાં પોલીસ વડા લિયોન ચાર્લ્સએ જણાવ્યું હતું કે, આ હત્યાકાંડ કરનારા લોકોની ધરપકડ હૈતી પોલીસે કરી છે, હવે અમે આ સમગ્ર હત્યાકાંડનાં મુખ્ય માસ્ટરને શોધવામા આવી રહ્યુ છે. આાપને જણાવી દઈએ કે, બુધવારે થયેલી હિંસામાં 7 શંકાસ્પદ લોકોનાં મૃત્યુ થયા હતા. ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાકીનાં ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ઇજાઓ પહોંચતા તેમણે દમ તોડી દીધો હતો.

11 212 હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં પોલીસે કરી 2 અમરિકનની ધરપકડ

વર્ગ વધારવાની કવાયત / ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ સમસ્યા, ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ગોનો વધારો થશે

હૈતીમાં યુએસનાં રાજદૂત, બોશિટ એડમંડે, શંકાસ્પદ લોકોને વિદેશી ભાડૂતી ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓને હૈતીનાં લોકોએ મદદ કરી હશે. આ મામલાની તપાસ માટે હૈતી પોલીસે મદદ માંગી છે અને અમે પોતે પણ સહાય આપી રહ્યા છીએ. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, હૈતીની રાજધાની, પોર્ટ ઓ પ્રિન્સમાં ઘણી હિંસા થઈ છે, જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા છે. હૈતીમાં રાજકીય ઉથલપાથલનો સમયગાળો પહેલેથી જ ચાલી રહ્યો છે, અહી માનવીય સંકટ કોરોના મહામારી બાદથી તે નોંધપાત્ર રીતે વધ્યું છે.