owner/ શાહરૂખ ખાન મહિલા ક્રિકેટ ટીમના માલિક બન્યા બાદ જાણો શું કહ્યું….

સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર ઈન્ડસ્ટ્રીનો પાવરફુલ હીરો નથી, પરંતુ તે સ્પોર્ટ્સ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે

Top Stories Sports
7 27 શાહરૂખ ખાન મહિલા ક્રિકેટ ટીમના માલિક બન્યા બાદ જાણો શું કહ્યું....

સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર ઈન્ડસ્ટ્રીનો પાવરફુલ હીરો નથી, પરંતુ તે સ્પોર્ટ્સ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. તે IPLના કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ માલિક છે,આ સાથે શાહરૂખ ખાન મહિલા ક્રિકેટ ટીમના માલિક પણ બન્યા છે. તેમની મહિલા ટીમનું નામ KKR જેવું જ રાખવામાં આવ્યું છે.

 

 

 

 

શાહરુખે તેની નવી ટીમનું નામ ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ (TKR) રાખ્યું છે. તેની માહિતી ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. ટીમના ટ્વીટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું- ‘સૌથી પહેલા નાઈટ રાઈડર્સની મહિલા ટીમને હેલો કહો. આ ટીમ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી મહિલા CPLના ઉદ્ઘાટનમાં પણ લડશે.આ ટ્વીટને રીટ્વીટ કરતા શાહરૂખ ખાને પણ લખ્યું, ‘આ ખરેખર ખુશીની ક્ષણ છે. હું લાઇવ મેચ દરમિયાન ત્યાં હાજર રહેવાની આશા રાખું છું.