ફરીદાબાદ,
રામલીલા તો દેશભરમાં થાય છે પરંતુ ફરીદાબાદની રામલીલા કઈક અલગ રીતે જ થાય છે. આ રામલીલાની નવાઈ પમાડે તેવી વાત એ છે કે તે ઉર્દૂભાષામાં થાય છે એટલું જ નહી પરંતુ આ રામલીલાના તમામ કલાકારો પાકિસ્તાનથી આવે છે.
ફરીદાબાદના એક થીયેટર ગ્રુપે જણાવ્યું હતું કે હિંદુ પૌરાણિક ગ્રંથ રામાયણ પર આધારિત આ રામલીલામાં રાવણ પર રામનો વિજય અનોખા અંદાજમાં બતાવવામાં આવે છે જે લોકોને ઘણો પસંદ આવે છે.
ફરીદાબાદમાં થનારી આ રામલીલા ઉર્દુ રામલીલાના નામથી જાણીતી છે. આ રામલીલામાં બે ભાષા એટલે કે હિન્દી અને ઉર્દૂનો સમન્વય છે.
આ થીયેટર ગ્રુપના પૂર્વજો પણ આવી જ રીતે રામલીલા કરતા હતા. પૂર્વજો પાસેથી શીખીને તેમણે આજ સુધી ઉર્દૂ ભાષામાં રામલીલા કરવાની ચાલુ રાખી છે.