Not Set/ અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’માં સલમાન ખાન નિભાવશે આ મહત્વનો રોલ…

 મુંબઈ અજય દેવગનની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ આજકાલ બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બનેલી છે. ગત વર્ષે અજય દેવગને તેના ટ્વીટર પર આ ફિલ્મ વિશે માહિતી આપી હતી. હવે આ માહિતી મળી રહી છે કે અજયની આ પીરિયડ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્વની ભૂમિકા ભજવવાના છે. જોકે મુવીમાં સલમાન ખાન કયા કિરદારમાં જોવા મળશે તેના […]

Uncategorized
y6 અજય દેવગનની ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'માં સલમાન ખાન નિભાવશે આ મહત્વનો રોલ...

 મુંબઈ

અજય દેવગનની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ આજકાલ બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બનેલી છે. ગત વર્ષે અજય દેવગને તેના ટ્વીટર પર આ ફિલ્મ વિશે માહિતી આપી હતી. હવે આ માહિતી મળી રહી છે કે અજયની આ પીરિયડ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્વની ભૂમિકા ભજવવાના છે. જોકે મુવીમાં સલમાન ખાન કયા કિરદારમાં જોવા મળશે તેના વિશે ફિલ્મ મેકર્સે કોઈ પણ ઓફિસિયલ જાણકારી હજુ સુધી આપી નથી. પરંતુ જો સુત્રોનું માનવામાં આવે તો ફિલ્મમાં સલમાન ખાન છત્રપતિ શિવાજી મહારાજના કિરદારમાં જોવા મળી શકે છે.

થોડા દિવસ પહેલા સંભાળવામાં આવ્યું હતું કે ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’માં છત્રપતિ શિવાજી મહારાજના કિરદારમાં સૈફ અલી ખાન જોવા મળશે. પરંતુ તાજેતરમાં એક વેબસાઈટને ઈન્ટરવ્યુ આપતા સૈફ અલી ખાનને કહ્યું હતું કે હું આ ફિલ્મમાં તો છું પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં નથી. સૈફ અલી ખાનને  કહ્યું કે ફિલ્મનું શુટિંગ શરુ થઇ ચુક્યું છે.

રીપોર્ટ્સનું માનવામાં આવે તો સેફ અલી ખાન આ ફિલ્મમાં રાજપુત યોદ્ધા ઉદયભાન રાઠોડનું પાત્ર ભજવે છે જે મુગલ બાહશાહ ઓર્ંગજેબની કિલ્લાની સુરક્ષા કરતો હતો. જોકે આ અહેવાલો પર મેકર્સના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી પંરતુ જો આ અહેવાલો સાચા હશે તો દર્શકો માટે આ એક સારા અનુભવ હશે, જ્યાં અજય દેવગણ અને સલમાન ખાન, સૈફ અલી ખાનથી એક યોદ્ધા લડતા જોવા મળશે. ઓમ રાવતના દિગ્દર્શનમાં બની રહેલ ફિલ્મ  ‘તાનજી: ધ અનસંગ વોરિયર’ આગામી વર્ષ 22 નવેમ્બરે રિલીઝ થશે.