તિરુવંતપુરમ,
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ચુકાદા બાદ સબરીમાલા મંદિરમાં મહિલાઓને એન્ટ્રી આપવામાં આવી નથી, ત્યારે હવે આ મામલે ધમાસાણ જોવા મળી રહ્યું છે. એકબાજુ જ્યાં પ્રદર્શનકારિયોના દબાણ બાદ પોલીસ પણ પાછળ હટવું પડ્યું છે, તેમજ મંદિરમાં જવા માટે નીકળેલી બે મહિલાઓને પણ પાછા ફરવું પડ્યું છે.
આ વચ્ચે કેરળ સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, મંદિરમાં તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી છે, પરંતુ કેટલીક એક્ટિવિસ્ટને પ્રવેશ મળશે નહિ.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જે બે મહિલાઓને સબરીમાલા મંદિરના એન્ટ્રી પોઈન્ટ સુધી પહોચીને પાછી ફરી છે એમાં એક મહિલા એક્ટિવિસ્ટ છે.
બીજી બાજુ શુક્રવારે કેરળ સરકાર અને પોલીસ પ્રશાસન પ્રદર્શનકારિયો સામે લાચાર નજરે ચઢ્યા હતા. અંદાજે ૨૫૦ પોલીસકર્મીઓના ઘેરામાં બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશવાની કોશિશ કરી હરી, પરંતુ તેઓ સફળ થયા ન હતા. આ બે મહિલાઓમાં હૈદરાબાદની મોજો ટીવીના પત્રકાર કવિતા જ્ક્ક્લ અને એક્ટિવિસ્ટ રિહાના ફાતિમા મંદિરમાં ઘુસી શક્યા ન હતા.
પુજારીએ પણ મંદિર લોક કરી કહ્યું, અમે પણ છીએ પ્રદર્શનકારિયો સાથે
શુક્રવારે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇ ધમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે આ મંદિરના મુખ્ય પુજારીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, જો મંદિરમાં મહિલાઓનો પ્રવેશ થયો તો મંદિરના ધાર્મિક ક્રિયા રોકી દેવામાં આવશે.
સબરીમાલા મંદિરના મુખ્ય પુજારી કંડારારુ રાજીવારુંએ વધુમાં કહ્યું, “અમારા દ્વારા મંદિર લોક કરીને ચાવી સોપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હું શ્રદ્ધાળુઓ સાથે જ છું”.
આઈજી એસ શ્રીજીતે જણાવ્યું હતું કે, “પોલીસ પ્રશાસન દ્વારા મહિલા શ્રદ્ધાળુની સ્થિતિ અંગે જણાવ્યું છે અને તે હવે પાછા ફરશે. આ કારણે અમે પણ પાછા ફરી રહ્યા છે.