બારડોલી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા અખંડડીતતાના સંદેશને ગામે ગામ જન જન સુધી પહોંચાડવા ઐતિહાસિક નગરી બારડોલી ને આંગણેથી એકતા યાત્રા રથ ને પ્રસ્થાન કરાવ્યું છે.
આ એકતા યાત્રા પ્રથમ તબક્કામાં રાજ્ય ના 5 હજાર ગામોમાં એકતાનો સંદેશ ફેલાવશે.મુખ્યમંત્રી આ યાત્રાના પ્રસ્થાન પહેલા બારડોલીના સ્વરાજ આશ્રમ પહોંચ્યા હતા અને સરદાર સાહેબ ને કૃતજ્ઞતા પૂર્વક આદરાંજલી અર્પણ કરી હતી.
સીએમએ આ તકે કહ્યું કે જે નગર ના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતો ની એકતા એ વલ્લભભાઈ પટેલને સરદાર સાહેબનું બિરુદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક સુભગ તક છે.
તેમણે ઉમેર્યું કે સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતીક છે.દેશની એકતા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતા ને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જો સરદાર સાહેબ ના હોત તો દેશ નો નકશો જ અલગ હોત.
મુખ્યમંત્રીએ કહ્યું કે સરદાર સાહેબ ની વિશ્વ ની સૌથી ઊંચી 182 મીટર ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ સરદાર જ્યંતી 31 ઓકોટબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્ર ના ઇતિહાસ માં મહત્વ નો અને ઐતિહાસિક બનશે.