વાલીઓ સાવધાન! / બાળકોને રમતમાં રૂપિયાનો સિક્કો આપો છો તો ચેતી જજો, સુરતમાં બન્યો એવો કિસ્સો કે, તે જાણીને…

સુરતમાં માતા-પિતા માટે ચેતવતો એક કિસ્સો ફરી સામે આવ્યો છે. શહેરનાં ઉધના વિસ્તારમાં બે વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 2024 03 14T200417.427 બાળકોને રમતમાં રૂપિયાનો સિક્કો આપો છો તો ચેતી જજો, સુરતમાં બન્યો એવો કિસ્સો કે, તે જાણીને...

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં માતા-પિતા માટે ચેતવતો એક કિસ્સો ફરી સામે આવ્યો છે. શહેરનાં ઉધના વિસ્તારમાં બે વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો. બાળક રમત રમતમાં 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. જે શ્વાસ નળીમાં ફસાય ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પિતા દીકરાને તેડી દોડતાં દોડતાં ડોક્ટર પાસે પહોંચ્યા હતા. અહીં માતા-પિતા બાળકની જિંદગી બચાવવાને લઈને રડી પડ્યા હતા. જોકે, ઓપરેશન કરીને સિક્કો કાઢતાં જ પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉધના બીઆરસી વિસ્તારમાં આવેલ પ્રભુનગરમાં સદામ ઇસફભાઈ હુસેન પત્ની અને પુત્ર અલ્કેશ (ઉં.વ. 2 વર્ષ) સાથે રહે છે. સદામ સારોલી ખાતે એક કંપનીમાં સિલાઈ કામ કરે છે. સવારે 9 વાગ્યા આસપાસ સદામ નોકરી ઉપર જઈ રહ્યો હતો એ દરમિયાન અલ્કેશ રડી રહ્યો હતો.સદામે અલ્કેશને ચૂપ કરવા માટે તેને 5 રૂપિયાનો સિક્કો આપ્યો હતો. ત્યારબાદ તે નોકરી ઉપર જતો રહ્યો હતો. અલ્કેશ રમત રમતમાં તે 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અલ્કેશના પિતા સદામે જણાવ્યું હતું કે, રમઝાન માસ ચાલે છે. જેથી અલ્કેશની માતા સવારે વહેલી ઊઠી હતી અને તે ઘર કામ કરીને સુઈ ગઈ હતી. નોકરી પર જતી વખતે અલ્કેશ રડી રહ્યો હતો. જેથી તેને 5 રૂપિયાનો સિક્કો આપીને ગયો હતો. ત્યારબાદ તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તે એ તેની મમ્મીને ઉઠાડી હતી. ત્યારબાદ મને જાણ કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, નોકરી પરથી ઘરે આવીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા. જ્યાં એક્સ-રે કરાવતા તેની શ્વાસ નળીમાં 5 રૂપિયાનો સિક્કો ફસાય ગયો હોવાનું સામે આવ્યું હતું. આ વાતની જાણ થતાં માતા રડવા લાગી હતી. જોકે, તેનું ઓપરેશન કરીને તે સિક્કો કાઢી નાખવામાં આવ્યો હતો. જેથી પરિવારે પણ રાહત અનુભવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…

આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો