ગુજરાત/ સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

જીએસટી નંબર મેળવવા માટે પાંચ હજારની લાંચ માંગી હતી

Gujarat Others
YouTube Thumbnail 2024 03 13T190052.853 સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

 @નિકુંજ પટેલ

સિધ્ધપુરમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં કામ કરતા એક ઓફિસ બોયની લાંચ લેતા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) ના એધિકારીઓએ રંગેહાથ ધરપકડ કરી હતી. આ કેસના ફરિયાદીને જીએસટી નંબર મેળવવા માં મદદને બહાને આરોપીએ પાંચ હજાર રૂપિયાની લાંચ માગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

એસીબીના અધિકારીઓ આ કેસમાં સિધ્ધપુર પાટણ સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરીમાં ઓફિસ બોય (આઉટ સોર્સ) તરીકે કામ કરતા દિપકકુમાર એસ.ચાવડાની ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ ફરિયાદીએ જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં જીએસટી કચેરીમાંથી આરોપી દિપક ચાવડા ફરિયાદીના ઘરે લ્થળ તપાસ કરવા ગયો હતો. ત્યારબાદ તેણે ફરિયાદીને જીએસટી નંબરની ફાળવણીમાં મદદ કરવાના બદલામાં રૂ. 5,000 ની લાંચ માંગી હતી. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અદિકારીઓએ 13 માર્ચના રોજ સિધ્ધપુરમાં સેન્ટ્રલ જીએસટી કચેરીની નીચે રોડ પર જાળ બિછાવીને લાંચની રકમ લેતા દિપક ચાવડાની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા