IT Raid/ મોરબીના કયુટન સિરામિક ગ્રુપ પર આયકર વિભાગના દરોડા

 મોરબીમાં ક્યુટન સિરામીક ગ્રુપનાં 25 સ્થળે આઇટીના દરોડા પાડ્યા છે. જેમાં મોટી કરચોરી સામે આવવાની સંભાવના જણાઈ રહી છે. રાજકોટ આયકર વિભાગ દ્વારા મોરબીના કયુટન સીરામીક ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
WhatsApp Image 2022 08 08 at 6.44.12 PM 2 2 મોરબીના કયુટન સિરામિક ગ્રુપ પર આયકર વિભાગના દરોડા
  • મોરબી: આયકર વિભાગનું સર્ચ ઓપરેશન
  • મોરબીમાં કયુટન સીરામીક ગ્રુપ પર દરોડા
  • 25 જેટલા સ્થળે IT દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું
  • અમદાવાદ મોરબી રાજકોટમાં દરોડા
  • મોટી માત્રામાં કરચોરી સામે આવે તેવી સંભાવના
  • વહેલી સવારથી એકસાથે તમામ સ્થળે સર્ચ શરૂ

ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક સમયથી આયકર વિભાગ  એક્શન મોડમાં આવ્યું છે. જે છેલ્લા કેટલાક સમયથી વિવિધ ઔદ્યોગિક એકમોને સાણસા માં લઈ આવકવેરાની ચોરી અને મની લોંડરિંગ જેવી ઘટનાઓ ઉપરથી પડદો હટાવી રહ્યું છે. ત્યારે આજરોજ વહેલી સવારે મોરબીના સિરામિક એકમો ઉપર આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  મોરબીમાં ક્યુટન સિરામીક ગ્રુપનાં 25 સ્થળે આઇટીના દરોડા પાડ્યા છે. જેમાં મોટી કરચોરી સામે આવવાની સંભાવના જણાઈ રહી છે. રાજકોટ આયકર વિભાગ દ્વારા મોરબીના કયુટન સીરામીક ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.  સર્ચ ઓપરેશન શરૂ થતાં મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. મોરબીમાં કયુટન સીરામીક ગ્રુપ પર દરોડા પડ્યા છે.

મોરબીના કયુટન સીરામીક ગ્રુપના 25 જેટલા સ્થળે આયકર વિભાગ એક સાથે સર્ચ ઓપરેશન  શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રૂપની  અમદાવાદ, મોરબી અને રાજકોટ ઓફિસ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડામાં મોટી માત્રામાં કરચોરી સામે આવે તેવી સંભાવના છે. વહેલી સવારથી એકસાથે તમામ સ્થળે સર્ચ શરૂ કર્યું છે. નોધનીય છે કે થોડા દિવસો અહેલા હિંમતનગરી એશિયન ગ્રેનાઇટ ઉપર પણ આવેકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પેઢીની સાથે સંકળાયેલા ઓફિસ સાથે લોકોના રહેણાક ઉપર આઇટીની ટીમો દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા/ આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર