સુરત/ રક્ષાબંધન પહેલાં માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

સુરત મહાનગરપાલિકાના અલગ અલગ 8 ઝોન વિસ્તારમાં આવતી મીઠાઈની દુકાન તેમજ ડેરી ઉપરાંત માવાના વિક્રેતાઓને ત્યાં સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

Gujarat Surat
Untitled 198 2 રક્ષાબંધન પહેલાં માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

@અમિત રૂપાપરા 

આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે રક્ષાબંધનના તહેવારમાં લોકો મીઠાઈની ખરીદી વધારે કરતા હોય છે. તો કેટલાક દુકાનદારો વધુ નફો મેળવવા માટે લોકોના આરોગ્ય સાથે રમત રમતા હોય છે અને મીઠાઈમાં ભેળફેડ કરી આ મીઠાઈનું વેચાણ કરી વધારે નફો મેળવતા હોય છે. ત્યારે સુરત શહેરના લોકોના આરોગ્યને લઈને સુરત મહાનગરપાલિકાના કૂડ વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે.

Untitled 198 3 રક્ષાબંધન પહેલાં માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

સુરત મહાનગરપાલિકાના અલગ અલગ 8 ઝોન વિસ્તારમાં આવતી મીઠાઈની દુકાન તેમજ ડેરી ઉપરાંત માવાના વિક્રેતાઓને ત્યાં સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ દુકાનો પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને આગામી દિવસોમાં તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. માવાના જે સેમ્પલો લેવામાં આવ્યા છે તેમાંથી કોઈ પણ સેમ્પલમાં ભેળસેળ સામે આવશે તો જવાબદાર દુકાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Untitled 198 4 રક્ષાબંધન પહેલાં માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

મહત્વની વાત છે કે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમયાંતરે જ્યારે જ્યારે તહેવાર આવતો હોય છે તહેવાર પહેલા અલગ અલગ દુકાનો પર આ જ પ્રકારે તપાસ કરવામાં આવતી હોય છે. દિવાળીના તહેવાર પર લોકો ફરસાણ વધારે આરોગતા હોવાના કારણે અલગ અલગ ફરસાણની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવતી હોય છે અને આવી જ રીતે અલગ અલગ તહેવારોમાં મીઠાઈ અને ફરસાણના વિક્રેતા તેમજ ડેરીઓ પર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

Untitled 198 5 રક્ષાબંધન પહેલાં માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા