ગુજરાત/ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ, ગમે તે ક્ષણે દિલ્હીથી થઇ શકે છે જાહેરાત

જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. જગદીશ ઠાકોર બોલવામાં ખૂબ જ માહિર છે અને તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે.

Top Stories Gujarat Others Trending
કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ, ગમે તે ક્ષણે દિલ્હીથી

ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીનું કોકડું છેલ્લા ઘણા સમયથી ગૂંચવાયેલું છે. જેને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજસ્થાનના ડો.રઘુ શર્મા સાથે ગુજરાતના કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ ફાઇનલ થયું છે. અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.  ગમે તે ક્ષણે દિલ્હીથી આ અંગે જાહેરાત થઈ શકે છે.  આજે સવારથી જગદીશ ઠાકોર દિલ્હીમાં હતા.

જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. જગદીશ ઠાકોર બોલવામાં ખૂબ જ માહિર છે અને તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી, રઘુ શર્મા અને ઠાકોર વચ્ચે બેઠક યોજાઇ હતી. જગદીશ ઠાકોરના નામ પર સર્વસંમતિ સાધવામાં આવી છે. વિરોધ પક્ષના નેતાના નામનું પણ આજે ગુરુવારના રોજ જાહેર થઈ શકે છે. વિરોધપક્ષના નેતા તરીકે બે નામ ચર્ચામાં છે જેમાં આનંદ ચૌધરી અને પૂંજા વંશના નામની ચર્ચા જોરશોર થી ચાલી રહી છે. સાંજ સુધીમાં ચિત્ર  ક્લિયર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમનું રાજીનામું હાઈકમાન્ડને મોકલી આપ્યું હતું.

હિન્દુ ધર્મ / ચંદનની માળાથી મંત્રનો જાપ કરવાથી મળે છે શુભ ફળ, ગળામાં પહેરો છો તો આ વાતોનું ધ્યાન રાખો

નામકરણ / બોલવામાં સરળ અને અર્થપૂર્ણ હોવા જોઈએ બાળકોના નામ, આ ખાસ વાતોનું પણ ધ્યાન રાખો

હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ

Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે

હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત