Bollywood/ હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

એવરગ્રીન વિશેષણ જેના માટે વાપરવું પડે એવી દમદાર અભિનેત્રી નીના ગુપ્તા હાલમાં પોતાના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં છે,પોતાના સ્ટાઇલિશ લુક અને ફેશન વિશેની સમજને ઉજાગર કરતાં નીના કહે છે, “હું હંમેશાંથી ફેશન કોન્શિયસ રહી છું

Trending Entertainment
n3 હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

એક સમયે વ્યક્તિગત જીવનને લઈને વિવાદોમાં રહેનારી અભિનેત્રી નીના ગુપ્તા એનઆઇડીની વિદ્યાર્થિની રહી ચૂકી છે. સાંસ, લેડીઝ સ્પેશિયલ જેવી ધારાવાહિકોમાં એક્ટિંગ કરીને દર્શકોના હૃદયમાં તેણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નીનાએ ટીવી ઇન્ડસ્ટ્રી ઉપરાંત વો છોકરી, મંડી, સૂરજ કા સાંતવા ઘોડા જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનયની સાથે તેણે સૂરજ કી પહેલી કિરણ સે સૂરજ કી અંતિમ કિરણ નામની ધારાવાહિક પ્રોડ્યુસ કરી હતી અને તેમાં અભિનય પણ કર્યો હતો. ખેર, એ સમયે નીનાએ જેટલી લોકપ્રિયતા હાંસલ નહીં કરી હોય તેથી વધુ લોકપ્રિયતા આજે ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી મેળવી રહી છે.

સોશિયલ મીડિયા વિચારો વ્યક્ત કરવાનું સબળ માધ્યમ

1 2 હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

એવરગ્રીન વિશેષણ જેના માટે વાપરવું પડે એવી દમદાર અભિનેત્રી નીના ગુપ્તા હાલમાં પોતાના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. પોતાના સ્ટાઇલિશ લુક અને ફેશન વિશેની સમજને ઉજાગર કરતાં નીના કહે છે, “હું હંમેશાંથી ફેશન કોન્શિયસ રહી છું. મારાં વસ્ત્રો-પહેરવેશને લઈને હંમેશાંથી સજાગ રહી છું. હું યુવાન હતી ત્યારે પણ સ્ટાઇલિશ હતી અને આવાં કપડાં પહેરતી હતી, પણ એ સમયે કોઈએ ધ્યાન નહોતું આપ્યું, કારણ કે એ સમયે સોશિયલ મીડિયા નહોતું અને હું પણ એ સમયે સોશિયલી બહુ એક્ટિવ નહોતી. હું હંમેશાંથી મારે શું પહેરવું એ વિચારવા પર બહુ સમય લઉં છું. મને કપડાંનો અને ઘરેણાનો ઘણો શોખ છે. મારી માતા ગાંધીવાદી હતી તો એ ખાદીનાં કપડાં પહેરતા હતા. એ સમયે તેઓ એમ કહેતાં કે મારું બાળક હૉસ્પિટલમાં બદલાઈ ગયું લાગે છે, કારણ કે હું બહુ ફેશનેબલ હતી. સોશિયલ મીડિયા પોતાના વિચારો વ્યક્તિ કરવાનું સબળ માધ્યમ છે.”

એ સમયે મને મારી ભૂલનો અહેસાસ થયો હતો

n2 હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

ફિલ્મ સાંડ કી આંખને લઈને નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટને લઈને સારો એવો ઊહાપોહ પણ થયો હતો. આ વિવાદની સ્પષ્ટતા કરતા તેમજ સોશિયલ મીડિયા અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે કે, “જુઓ, સોશિયલ મીડિયા દ્વારા મને તો ફાયદો જ મળ્યો છે, કારણ કે મને કામ મળ્યું પણ સાથે સાથે મને એ વાતનો પણ અનુભવ થયો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. સોશિયલ મીડિયા જોખમી પણ છે. તમે ક્યારેય લાગણીશીલ કે ભાવુક થઈને અથવા ગુસ્સામાં આવીને કોઈ પણ વસ્તુ કે લખાણ સોશિયલ મીડિયા પર ન મૂકો. તેના પ્રત્યાઘાત ખૂબ ખરાબ પડે છે. કેટલીકવાર પરિણામો પણ ખરાબ આવતાં હોય છે. તમે ભાવુક થઈને કે ગુસ્સામાં આવીને જે કંઈ પણ લખો છો તેનું લોકો પોતપોતાની રીતે અર્થઘટન કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સ્માર્ટલી ઉપયોગ કરો. લોકો સોશિયલ મીડિયા દ્વારા તમારો ઉપયોગ કરી જાય એવા કામ ન કરો. મેં સાંડ કી આંખ ફિલ્મ વખતે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કર્યા અને વાતનું વતેસર થઈ ગયું. એ સમયે મને મારી ભૂલનો અહેસાસ થયો હતો. હવે હું ખૂબ કાળજીપૂર્વક સોશિયલ મીડિયા વાપરું છું.”

આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કર્યું છે કામ

n4 હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

બોલિવૂડ ફિલ્મો ઉપરાંત નીના ગુપ્તાએ ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1982માં નીના ગુપ્તાએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘ગાંધી’માં મહાત્મા ગાંધીની ભત્રીજીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય નીના ગુપ્તાએ વર્ષ 1988માં ‘મર્ચન્ટ આઈવરી ફિલ્મ ધ ડિઝાયર’, 1989માં ‘મિર્ઝા ગાલિબ’, વર્ષ 1993માં ‘ઈન કસ્ટડી’ અને વર્ષ 1999માં ‘કોટન મેરી’માં પણ કામ કર્યું છે. આ ઉપરાંત ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો નીના ગુપ્તાને ટીવીની દુનિયામાં સૌથી મોટો બ્રેક વર્ષ 1985માં ટીવી શો ‘ખાનદાન’થી મળ્યો હતો. બાય ધ વે, નીના ગુપ્તાને લોકપ્રિય ટીવી શો ‘જસ્સી જૈસા કોઈ નહીં’માં ભજવેલા પાત્ર માટે ઓળખવામાં આવે છે. તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

નીનાની લવ લાઇફ..

n6 હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

નીના ગુપ્તાના અંગત જીવનની વાત કરે તો પહેલા તેનું નામ આલોક નાથ સાથે જોડાયુ હતું., નીના ગુપ્તા અને આલોક નાથ 80ના દાયકામાં રિલેશનશિપમાં હતા. બંને એક ટીવી શો દરમિયાન મળ્યા હતા અને પછી અલગ થઈ ગયા હતા. આ પછી નીના ગુપ્તાનું નામ ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના પુત્ર શારંગદેવ સાથે જોડાયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને લગ્ન પણ કરવાના હતા, પરંતુ પછી કોઈ કારણસર તેમના સંબંધો તૂટી ગયા.

આ નામ આજે પણ જોડાયેલુ છે..

n 1 હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

આજે પણ નીના ગુપ્તાના નામની ચર્ચા જેની સાથે થાય છે તે છે વિવિયન રિચર્ડ્સ. નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન વિવિયન રિચર્ડ્સના પ્રેમમાં પડી. 80ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ક્રિકેટ રમવા માટે ભારત આવી હતી. તે સમયે નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ મુંબઈમાં એક પાર્ટી દરમિયાન મળ્યા હતા. તે પછી બંને એકબીજાની નજીક આવ્યા.બન્ને વચ્ચેના સંબંધોના થોડા વર્ષો પછી નીના ગુપ્તા ગર્ભવતી બની હતી. જ્યારે આ બધું થયું ત્યારે વિવિયન પરિણીત હતો અને તેને બે બાળકો હતા. નીના જાણતી હતી કે રિચર્ડ્સ સાથે તેના લગ્ન શક્ય નથી. છતાં તેમને મિત્રો અને પરિવારની વિરુદ્ધ જઇને વિવિયનની પુત્રીને જન્મ આપ્યો. 1989 માં, નીનાએ રિચર્ડ્સની પુત્રી મસાબાને જન્મ આપ્યો. જો કે નીનાએ મસાબાના જન્મ પછી લાંબા સમય સુધી તેના પિતાનું નામ દુનિયા સમક્ષ જાહેર કર્યું ન હતું, પરંતુ પછીથી મસાબાનું જન્મ પ્રમાણપત્ર ન્યુઝપેપરમાં પ્રકાશિત થયું અને વિશ્વને તેની જાણ થઈ. આ પછી વિવિયન રિચર્ડ્સે પણ સ્વીકાર્યું કે મસાબા તેની પુત્રી છે. આ પછી વિવિયન રિચર્ડ્સ ઘણીવાર ભારત આવતા હતા અને ક્યારેક તેને પોતાની સાથે વેસ્ટ ઈન્ડિઝ લઈ જતા હતા. મસાબા હજુ પણ તેના પિતાને મળવા વેસ્ટ ઈન્ડિઝ જાય છે.

n5 હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

નીના ગુપ્તાના લગ્નજીવનની વાત કરીએ તો તેમને વિવેક મહેરા સાથે લગ્ન થાયા છે.  વિવેક મેહરા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. નીના ગુપ્તા અને વિવેક મહેરા લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને વર્ષ 2008માં બન્ને લગ્નગ્રંથીએ જોડાયા હતા.