Not Set/ વાલ્મીકી સમાજ સફાઈ કામદારોનું આંદોલન, દસ દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા

ધોરાજી, ધોરાજીમાં વાલ્મીકી સમાજ સફાઈ કામદારો નગરપાલિકા તથા રાજ્ય સરકાર સામે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હોવાની ઘટના બનવા પામી હતી. જેમાં આઝાદ ચોક ખાતે તમામ સફાઈ કામદારો ભેગા થયા હતા અને વિવિધ પ્રકારની માંગણીઓને લઇ તેઓ ઉપવાસ પર બેઠા હતા. આ તમામ સફાઈ કર્મચારીઓને કાયમી કરવા બાબતે પરિપત્ર મોકલાયો હતો. જેમાં જે કામદારો રોજમદાર […]

Top Stories Gujarat Others Trending
fdsa 1 વાલ્મીકી સમાજ સફાઈ કામદારોનું આંદોલન, દસ દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા

ધોરાજી,

ધોરાજીમાં વાલ્મીકી સમાજ સફાઈ કામદારો નગરપાલિકા તથા રાજ્ય સરકાર સામે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હોવાની ઘટના બનવા પામી હતી. જેમાં આઝાદ ચોક ખાતે તમામ સફાઈ કામદારો ભેગા થયા હતા અને વિવિધ પ્રકારની માંગણીઓને લઇ તેઓ ઉપવાસ પર બેઠા હતા.

આ તમામ સફાઈ કર્મચારીઓને કાયમી કરવા બાબતે પરિપત્ર મોકલાયો હતો. જેમાં જે કામદારો રોજમદાર તરીકે ફરજ બજાવતા હોય તેમને છુટ્ટા કરવા, રજીસ્ટર પર તેમને કામ પર ન લેવા, કોન્ટ્રાક્ટપ્રથા વગેરે પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કર્યું હતું.

આ બાબતે તેમના અગ્રણી આશિષ જેઠવાએ જણાવ્યું હતું કે દસ દિવસ સુધી આ આંદોલન ચાલુ રહેશે અને જો આ બાબતે સરકારે કોઈ ધ્યાન ન આપ્યું તો ધોરાજી બંધ તેમજ આત્મવિલોપનની પણ ચીમકી અપાઈ હતી.

fdsa 2 વાલ્મીકી સમાજ સફાઈ કામદારોનું આંદોલન, દસ દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા

પરીપત્ર માં ઉલ્લેખ કરેલો છે કે, તમામ નગરપાલિકા અંદર હાઉસિંગ થી કામ કરાવું વાલ્મીકી સમાજ સફાઈ કામદાર દ્વારા હાઉસિંગનો પરિપત્ર તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે સફાઈ કામદારનું રોજીરોટીનું એક સાધન છે.

સફાય કામ જો ગુજરાત સરકાર સફાય કામ હાઉસિંગ લાવે તો સફાઈ કામદાર ભૂખે મારવાંનો વારો આવશે તો વાલ્મિક સમાજ દ્વારા પોતાની માંગણીઓને લઈને આજરોજ ધોરાજીનાં આઝાદ ચોક ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જયાં સુધી સરકાર કોઈ નિવારણ નહીં આવે ત્યા સુધી આંદોલન ચાલું રહશે અને આ લડત પણ ચાલું રહેશે તેવું ઉપવાસી ઓ જણાવ્યું હતું