શ્રાવણિયો જુગાર ઝડપાયો/ અમદાવાદના ન્યુયોર્ક ટાવરમાં લાસ વેગાસને પણ ટક્કર મારે તેવું જુગારધામ

વસ્ત્રાપુર વિસ્તારના ન્યૂયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. પીસીબીએ દરોડો પાડીને 25 આરોપીઓને ઝડપી લઈ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામમાંથી કુખ્યાત બુકી ધર્મેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
Add a heading 2 અમદાવાદના ન્યુયોર્ક ટાવરમાં લાસ વેગાસને પણ ટક્કર મારે તેવું જુગારધામ

ગુજરાતમાં શ્રાવણ ચાલી રહ્યો છે અનેક લોકો શ્રાવણ માસમાં જુગાર રમતા હોય છે. ત્યારે વધુ પડતો જુગાર પણ કોઈ ઘટનાનું કારણ બની શકે છે. ગુજરાતમાં જુગાર રમો તે પણ પ્રતિબંધિત છે. ત્યારે અમદાવાદમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે.આપને જણાવી દઈએ કે, વસ્ત્રાપુર વિસ્તારના ન્યૂયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. પીસીબીએ દરોડો પાડીને 25 આરોપીઓને ઝડપી લઈ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામમાંથી કુખ્યાત બુકી ધર્મેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બુકી જ જુગારધામ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસને આ અંગે માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ જુગારધામ ધમો ઊંઝા (42) દ્વારા ચલાવવામાં આવતું હતું જે વિસનગર રોડ, ઊંઝા મહેસાણાનો રહેવાસી છે અને ખેતી સાથે સંકળાયેલો છે. આ સાથે કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી રોકડા 6.70 લાખ, 6.25 લાખની કિંમતના 21 મોબાઈલ, પૈસા ગણવાનું મશીન, સીસીટીવી કેમેરાના ડીવીઆરના ઉપકરણો, જુગારીયાઓના વાહનો મળીને કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપીને તેમનો કોરોના ટેસ્ટ કરવી વધુ કાર્યવાહી હાથ ધરાશે.

વસ્ત્રાપુરના ન્યૂયોર્ક ટાવરમાં ચલાવવામાં આવતા જુગારધામના સ્થળ પર મસાજ, જમવા સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પરથી પંચનામું કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી મળેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

શહેરમાં પોલીસ કમિશ્નરના આદેશથી શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિને નાબુદ કરવા ઝોન-2 એલસીબીએ સક્રિય છે. તેની પાસેથી મળતી વિગત મુજબ સરખેજ પોલીસ સ્ટેશન નજીક આવેલી બિલાલ સોસાયટીમાં ઈકબાલ ઘાંચી તેના મિત્રો સાથે બેસીને જુગાર રમાડતો હતો અને હાલમાં આ જુગારધામ ચાલે છે. પોલીસે સોસાયટીમાં જઈને જ્યાં જુગારધામ ચાલતું હતું ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડા બાદ મકાનમાં જુગાર રમતા 19 જુગારીઓ ઝડપાઇ ગયા હતા અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:રાજકોટ એઇમ્સ ડાયરેકટર પદેથી ડો. વલ્લભ કથીરીયાનું સાત જ દિવસમાં રાજીનામુ, વાંચો શું લખ્યું છે રાજીનામાના લેટરમાં

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક

આ પણ વાંચો:સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી

આ પણ વાંચો:નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ