અમદાવાદઃ વડોદરામાં ગુરુકુળના દર્શન સ્વામીએ Salangpur issue ચલમ પીનારા પોતાને સનાતની ગણાવે છે તેવું નિવેદન કરતા સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોર્તિનાથે નિવેદન કર્યુ છે કે સનાતન ધર્મના સંતો ચલમ પીતા હશે, પરંતુ સ્વામિનારાયણના સંતોની જેમ યુવકો અને બાળકો પર બળાત્કાર કરતા નથી. તેમણે સ્વામિનારાયણને સંપ્રદાય ગણવાના બદલે વેપારને વર્ણવેલો સંપ્રદાય ગણાવ્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો હતો કે સ્વામિનારાયણ સંતના સગાએ બિલ્ડર સાથે રોકાણ કર્યુ છે. વડતાલ મંદિર સમિતિ ટાઇમ પાસ કરી રહી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ વ્યસનના રવાડે ચઢી ગયેલા લોકોને તેમાથી મુક્તિ અપાવતા થયો હતો, તેના પછી તેણે એક સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આજે એક સારા ઇરાદાથી અને સામાજિક સુધારણાના ધ્યેય સાથે શરૂ થયેલો સંપ્રદાય આજે હવે વરવી હરકતો કરે તે તેમને શોભતું નથી.
તેમના સમાજસેવાના કાર્યોને બધા જ સંપ્રદાયોએ બિરદાવ્યા Salangpur issue છે અને જરૂર પડી ત્યાં જોડે પણ આવ્યા છે. તેમના અદભુત સંચાલકીય કૌશલ્યને પણ લોકોએ વખાણ્યું છે. ભૂકંપ વખતે સ્વામીબાપાની આજ્ઞાથી સ્વામીનારાયણ સંપ્રદાયે કરેલી લોકસેવા આજે પણ બધાને યાદ છે તો પછી હનુમાનજી જેવા ભક્તનું નીચે દેખાડીને તે કોને ઊંચે ચડાવવા માંગે છે. જનસેવાનો અંચળો ધારણ કર્યા પછી જૂની આધ્યાત્મિક વિભૂતિઓને નીચું દેખાડવાનું દુર્બુદ્ધિ અચાનક આ સંપ્રદાયના અમુક લોકોને કેવી રીતે સૂઝી તે આશ્ચર્યની વાત છે. અમે ઇચ્છીએ છીએ કે સંપ્રદાય પોતે આ પ્રકારના તત્વોથી મુક્તિ મેળવે અને તેમના પોતાના સંપ્રદાયમાં પણ ફેલાતો ભ્રમ અટકાવે.
ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે સત્ય સૂરજ સમાન છે, સહજાનંદ સ્વામીના Salangpur issue અસ્તિત્વનો કે તેમના પ્રાગટ્યનો કોઈ ઇન્કાર કરતું નથી કે તેમને નકારતું નથી. તેની સાથે હનુમાનજી અનાદિકાળથી છે તે પણ હકીકત છે. તેથી તેમને ભગવાન શ્રીરામ સિવાય કોઈના દાસ બતાવી ન શકાય. આજે એક સંપ્રદાય તેમને આ રીતે બતાવે પછી દરેક સંપ્રદાય એકબીજાને દેવી દેવતાને આ રીતે દર્શવાવવા માટે જનમાનસ પર તેની કેવી અસર પડે. આ ફક્ત એક જ નહી બધા સંપ્રદાયોએ જોડે બેસીને વિચારવાની વાત છે. આ રીતે જો સાંપ્રદાયિક વિષ ઓકશો તો ઝેર જ ફેલાશે, દર વખતે કંઈ આ ઝેર પી જનારા શંકર નહી મળે. આ મુદ્દે લીમડીમાં આવતીકાલે રાષ્ટ્રીય સંતોની બેઠક મળવાની છે.
આ પણ વાંચોઃ Chandrayaan 3 Updates/ ચંદ્ર પર ચંદ્રયાન-3 ની વધુ એક મોટી છલાંગ, ઈસરોએ જાહેર કર્યો Vidro
આ પણ વાંચોઃ Salangpur Issue/ સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ, સુપ્રસિદ્ધ માઈ મંદિરના પીઠાધિશ્વરે પણ ઝંપલાવ્યું
આ પણ વાંચોઃ Dhirendra Shastri/ “બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી”ને જાનથી મારી નાખવાની મળી ધમકી: યુવકે કહ્યું-“બાબાનું મોત મંડરાઈ રહ્યું છે”
આ પણ વાંચોઃ સાળંગપુર ભીંતચિત્ર વિવાદ/ ચલમ પીનારા પોતાને સનાતની ગણાવે છેઃ દર્શન સ્વામી
આ પણ વાંચોઃ Pakistan/ પાકિસ્તાનમાં “હિંદુ” બેન-દીકરીઓ નથી સુરક્ષિત! 23 વર્ષીય યુવતી પર ડોક્ટરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું