Salangpur issue/ સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ, સુપ્રસિદ્ધ માઈ મંદિરના પીઠાધિશ્વરે પણ ઝંપલાવ્યું

સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ ઠંડો પડવાનું નામ લેતો નથી. હવે આ વિવાદમાં સુપ્રસિદ્ધ માઇ મંદિરના પીઠાધિશ્વરે પણ ઝંપલાવ્યું છે.

Top Stories Gujarat
Salantpur issue 2 સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ, સુપ્રસિદ્ધ માઈ મંદિરના પીઠાધિશ્વરે પણ ઝંપલાવ્યું

નડિયાદઃ સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ Salangpur issue ઠંડો પડવાનું નામ લેતો નથી. હવે આ વિવાદમાં સુપ્રસિદ્ધ માઇ મંદિરના પીઠાધિશ્વરે પણ ઝંપલાવ્યું છે. પીઠાધિશ્વર પરમ પૂજ્ય હરેન્દ્ર મહારાજે જણાવ્યું છે કે હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયો છે અને દરેક સંપ્રદાય એકબીજા પ્રત્યે સન્માનની લાગણી ધરાવે છે. આ સંજોગોમાં કોઈ એક સંપ્રદાય અમારા જ આરાધ્ય સાચા અને બીજાના ખોટા તે પ્રકારનું નિવેદન કરે અથવા તો પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે કે બીજાને હીણા ચીતરવાનું પ્રયાસ કરે તે યોગ્ય નથી. કયા અધિકારથી આપણે બીજાના આરાધ્યની નિંદા કરીએ છીએ. સંતોમહંતોએ પણ Salangpur issue જણાવ્યું છે કે કોઈના પણ દેવીદેવતાની ટીકા કરવી ન જોઈએ. તેની સાથે તે જનસમૂહ કે સંપ્રદાયની શ્રદ્ધા જોડાયેલી હોય છે.

સ્વામિનારાયણ સંપ્રદાય અંદાજે 250 વર્ષ જૂનો છે, તેને સત્કાર્યોને લોકોએ સ્વીકાર્યા છે અને તેની વ્યસનમુક્તિની ઝુંબેશને પણ જનસમર્થન મળ્યું છે. સ્વામીબાપા આજે પણ લોકોના હૃદયમાં વિરાજે છે. તેમના કાર્યો લોકોના હૃદયમાં છે ત્યારે સ્વામિનારાયણ Salangpur issue સંપ્રદાય આ પ્રકારની હરકત કરે તે આશ્ચર્ય નીપજાવે તેમ છે.

સંપ્રદાય પોતે જ માંડ 250 વર્ષ જૂનો છે, જ્યારે હનુમાનજી તો અનાદિકાળથી છે અને તે અજરાઅમર છે. હનુમાનજી ફક્ત શ્રીરામજીના દાસ છે, બીજા કોઈના દાસ નથી. તેથી તેમને બીજા કોઈના દાસ તરીકે દર્શાવવામાં આવે તેથી સ્વાભાવિક Salangpur issue રીતે હનુમાનભક્તો અને રામભક્તોને તકલીફ થાય. તેથી મારી તમામ સંતો અને મહંતોને પ્રાર્થના છે કે આ પ્રકારના વિવાદનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે. તેની સાથે કોઈપણ સંપ્રદાય બીજાને હીણા ચીતરવાની માનસિકતામાંથી મુક્ત રહે અને આ પ્રકારનો રોગ બીજા સંપ્રદાયોમાં પણ ન પ્રસરે તે જોવા જરૂરી છે.

 

આ પણ વાંચોઃ દુસ્વપ્નના વાવેતર/માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો

આ પણ વાંચોઃ Digital Gujarat/ગુજરાત વિધાનસભા પૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનશે, સીએમે પણ લીધી તાલીમ

આ પણ વાંચોઃ  Harsh Sanghvi-Cybercrime/હર્ષ સંઘવીનું તડને ફડઃ પોલીસ ન સાંભળે તો સીધો મને કોલ કરજો

આ પણ વાંચોઃ  ચેતવણી/બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ

આ પણ વાંચોઃ Big decision by Saints/લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠકમાં સંતો અને ઋષિઓ દ્વારા મોટો નિર્ણય, સ્વામિનારાયણના સંતો સાથે ક્યારેય નહી બેસીએ