ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમો આજે બીજી ટેસ્ટ મેચમાં આમને-સામને છે. આ મેચ મીરપુરના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે. બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં લંચ પછી ત્રીજી વિકેટ ગુમાવતા 87 રનમાં ત્રણ વિકેટ ગુમાવી છે. આ પહેલા તેણે 50 રન સુધીમાં બંને ઓપનર ગુમાવી દીધા હતા. લંચ સમયે બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવી 82 રન કર્યા હતા. ભારત તરફથી અશ્વિન, ઉનડકટ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.
કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ચટગાંવ ટેસ્ટ મેચ 188 રને જીતી હતી. ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં પણ નહીં રમે. રોહિત ઈજાના કારણે ટીમની બહાર છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને શુભમન ગિલની જોડી ઇનિંગની શરૂઆત કરતી જોવા મળી શકે છે.બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની બેટિંગ શરૂ થઈ ગઈ છે.
બાંગ્લાદેશે ચાર બોલમાં જ તેના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. ઝાકિર હસન બાદ નજમુલ હસન શાંતો પણ પેવેલિયન પરત ફર્યો છે. અશ્વિને 16મી ઓવરના બીજા બોલ પર શાંતોને LBW આઉટ કર્યો હતો. શાંતો 57 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે કેપ્ટન શાકિબ અલ હસન અને મોમિનુલ હકની જોડી હતી.
આ પણ વાંચોઃ
