Not Set/ ઘોડી પરથી નીચે પડ્યો વરરાજા, દુલ્હને કહ્યું – હું જીવનભર કુંવારી રહી પણ…

મધ્યપ્રદેશના કૂઠૌંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દુલ્હને દરવાજે આવેલી જાન પરત મોકલી દીધી હતી.

India

મધ્યપ્રદેશના કૂઠૌંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દુલ્હને દરવાજે આવેલી જાન પરત મોકલી દીધી હતી. હકીકતમાં, વરરાજા એટલો નશો કરીને આવ્યો હતો કે તે ઘોડી પરથી ત્રણ વખત નીચે પડી ગયો હતો. દુલ્હન સ્ટેજ પરથી આ દૃશ્ય જોઈ રહી હતી. વરરાજા લગ્ન સમારોહમાં પહોંચતાંની સાથે જ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટના 30 જૂનની છે.

બુધવારે રાત્રે જાન કૂઠૌંદનાં એક ગામમાં પહોંચી હતી. જાનૈયાઓનું ખુબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. પરંતુ વરરાજા લગ્નના મંડપમાં પહોંચતાની સાથે જ તે ઘોડીથી નીચે ઉતરતાં ત્રણ વખત નીચે પડી ગયો હતો. જ્યારે દુલ્હનના પરિવારજનોએ તેને ઉભો કર્યો તો તેને મોંમાંથી દારૂની ગંધ આવી રહી હતી. તે જ સમયે, દુલ્હને આ આખું દૃશ્ય પોતાની આંખોથી જોયું. જે બાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તે માનવા માટે તૈયાર નહોતી.

આ પણ વાંચો :કાશ્મીરમાં સીમા પર ફરી જોવા મળ્યું ડ્રોન, BSF જવાનોએ કર્યું ફાયરિંગ

ઝાંસીના મોઠ પોલીસ સ્ટેશન હેઠળ ગામ ખીલ્લી માડોરાના રહેવાસી વિરેન્દ્ર સાથે ગામના રહેવાસી યુવકે તેની બહેનના લગ્ન નક્કી કર્યા હતા. બુધવારે રાત્રે લગ્નની ઉજવણી ચાલી રહી હતી. દુલ્હન સ્ટેજ પર આવી પહોંચી હતી. વરરાજજો ઘોડી પર બેસીને લગ્ન સમારોહના સ્થળે પહોંચ્યો કે તરત જ તે એકવાર નહીં પણ ત્રણ વાર ઘોડીથી નીચે પડી ગયો. જ્યારે દુલ્હનનાં પરિવારજનોએ તેને ઉભો કર્યો, ત્યારે તેના મોંમાંથી દારૂની ગંધ આવી. બધાને ખબર પડી કે વરરાજા નશામાં હતો. સ્ટેજ પર ઉભેલી દુલ્હને આ બધું પસંદ ન આવ્યું અને તેણે સ્પષ્ટ શબ્દોમાં હાજર લોકોની સામે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.

આ પણ વાંચો : નાગાલેન્ડના ધારાસભ્ય તોશી વુંગટંગનું કોરોનાથી અવસાન થયું, તે દિલ્હીમાં સારવાર હેઠળ હતા

દુલ્હનની આ વાત સાંભળીને બધાના હોશ ઉડી ગયા. વર અને કન્યા પક્ષ વચ્ચે રાત અને દિવસ દરમિયાન વિવાદ ચાલતો હતો. જ્યારે વાતનો કોઈ હલ ન આવ્યો ત્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. દુલ્હનના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને વરરાજા અને તેના પરિવારના સભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસે બંને પક્ષકારોને સમજાવ્યા બાદ તેમને શાંત પાડ્યા હતા. જો કે, ઘણા પ્રયત્નો કર્યા પછી પણ, કન્યા લગ્ન માટે સહમત ન હતી. અંતે જાન લીલા તોરણે પરત ફરી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે બંને પરિવારને સમજાવ્યા હતા, પરંતુ તેઓ માનવા તૈયાર નહોતા.

આ પણ વાંચો :અનંતનાગમાં આંતકવાદીઓએ ગોળીબાર કર્યો એક જવાન ઘાયલ,સર્ચ આેપરેશન શરૂ