- જમ્મુ-કાશ્મીરમાં ફરી દેખાયું શંકાસ્પદ ડ્રોન
- અરનિયા સેક્ટરમાં જોવા મળ્યું શંકાસ્પદ ડ્રોન
- BSFના જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું
- ફાયરિંગ બાદ પાક. સીમા તરફ પરત ફર્યું ડ્રોન
- સુરક્ષાકર્મીઓએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી છે. બોર્ડર પર આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં વહેલી સવારે એક ડ્રોન જોવા મળ્યું હતું. જોકે, ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પરત ફર્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ સવારે લગભગ 4:45 વાગ્યે આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક ડ્રોન જોયો. તેના પર જવાનોએ સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું.
બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જમ્મુ ફ્રન્ટિયર) એસપી સંધુએ જણાવ્યું હતું કે, “શનિવારની વહેલી સવારે એલર્ટ બીએસએફના જવાનોએ આકાશમાં ચમકતી લાઈટો જોઈ અને તરત જ અરનિયા વિસ્તારમાં તેની દિશામાં ગોળીબાર કર્યો, જેનાથી પાકિસ્તાની ડ્રોનને પાછા ફરવાની ફરજ પડી.” આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, BSF જવાનોએ સવારે લગભગ 4.45 વાગ્યે પાકિસ્તાની ડ્રોનને જોયો અને તેના પર લાવવા માટે લગભગ આઠ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જો કે, ડ્રોન થોડીવાર હવામાં મંડરાયા બાદ વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો. આરએસ પુરા સેક્ટર હેઠળના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અરનિયામાં સાત દિવસમાં આ બીજી ઘટના છે. 7 મેના રોજ પણ BSFએ આ જ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો હતો.
Jammu & Kashmir | BSF troops spotted a drone at around 4:45 am near International Border in Arnia Sector of RS Pura, 7 to 8 rounds of bullets were fired and drone went back to Pakistan side: Border Security Force
— ANI (@ANI) May 14, 2022
જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનો ડ્રોન દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મોકલવાનો પ્રયાસ કરે છે. જો કે, ભારતીય સેનાના તૈયાર સૈનિકોને કારણે તેમને પાકિસ્તાન પરત ફરવું પડ્યું છે. તાજેતરના સમયમાં આવી ઘટનાઓ વધી છે. નોંધનીય છે કે બોર્ડર પાસે એક ટનલ અને ઓક્સિજન પાઇપ પણ મળી આવી છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
તાજેતરમાં જ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પંજાબની સરહદ પર પાકિસ્તાન તરફથી આવતા એક ડ્રોનને તોડી પાડ્યું હતું. પંજાબના અમૃતસરમાં ડ્રોન હેરોઈન લઈ જતું હતું. ડ્રોન મારફતે સાડા દસ કિલો હેરોઈન મોકલવાનો નાપાક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:મુકેશ અંબાણીની રિલાયન્સના નામે વધુ એક રેકોર્ડ, ફોર્બ્સની આ યાદીમાં હવે નંબર-1
આ પણ વાંચો:દીપડાના બચ્ચાને બિલાડીનું બચ્ચું માનીને બાળકો ખેતરમાંથી ઘરે લાવ્યા, પછી..
